Get The App

કાશ્મીરમાં મોટા ઉલટફેરના એંધાણ? કોંગ્રેસને લાગી શકે છે ઝટકો, અબ્દુલ્લાનું ચોંકાવનારું નિવેદન

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં મોટા ઉલટફેરના એંધાણ? કોંગ્રેસને લાગી શકે છે ઝટકો, અબ્દુલ્લાનું ચોંકાવનારું નિવેદન 1 - image


Jammu Kashmir:  જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ ચાર અપક્ષ ધારાસભ્યોએ ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ (NC)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીરમાં એનસી પાસે 42 બેઠકો છે, પરંતુ 48 બેઠકો સાથેનું એનસી-કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 45ના અડધા આંકડાથી ઉપર છે. ઘાટીમાં એનસીની જીત થઈ છે, જ્યારે જમ્મુના મેદાનોએ ભાજપને નિર્ણાયક રીતે મતદાન કર્યું છે. જમ્મુ ક્ષેત્રમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે.

કેન્દ્ર સાથે સંકલનની જરૂર છે- ઓમર અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને કેન્દ્ર સરકાર તેના રોજિંદા વહીવટને નિયંત્રિત કરે છે. ઓમર અબ્દુલ્લા આ સ્થિતિને સારી રીતે સમજે છે. ચૂંટણી પરિણામો પછી તેમના નિવેદને રાજકીય વિશ્લેષકોનું ધ્યાન આકર્ષિત કર્યું, જેમાં તેમણે વારંવાર કહ્યું કે કેન્દ્ર સાથે સંકલનની જરૂર છે, કારણ કે જમ્મુ અને કાશ્મીરના ઘણા મુદ્દાઓ કેન્દ્ર સાથે લડીને ઉકેલી શકાતા નથી.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'હું દરેક શક્ય પ્રયાસ કરીશ જેથી આવનારી સરકાર એલજી અને કેન્દ્ર સરકાર સાથે સારા સંબંધો જાળવી શકે. નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વિના પણ સારું પ્રદર્શન કર્યું છે. અમારું કોંગ્રેસ સાથે ગઠબંધન માત્ર બેઠક માટે ન હતું. અમે એક સિવાય તમામ બેઠકો જીતી શક્યા હોત. '

ઓમર અબુદ્લ્લાએ વધુમાં કહ્યું હતું કે, 'નવી સરકારની પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો  અપાવવાની છે. જેના માટે અમે દિલ્હીમાં સરકાર સાથે મળીને કામ કરશું. આ સંદર્ભમાં હું માનું છું કે વડાપ્રધાન એક આદરણીય વ્યક્તિ છે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન જમ્મુ અને કાશ્મીરના લોકોને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું, અને ગૃહ પ્રધાને પણ તે જ કહ્યું હતું.'

આ પણ વાંચો: હરિયાણાના CM થયા કન્ફર્મ, 17 ઓક્ટોબરે PM મોદી અને દિગ્ગજોની હાજરીમાં લેશે શપથ

ભાજપ સાથે સંભવિત રાજકીય ગઠબંધનની અટકળોને તેજ

ઓમર અબ્દુલ્લાએ એવો પણ સંકેત આપ્યો છે કે હાલમાં કલમ 370ના મુદ્દે કોઈ સંઘર્ષ નહીં થાય. તેમણે કહ્યું, 'અમારું રાજકીય વલણ ક્યારેય બદલાયું નથી. ભાજપ પાસેથી કલમ 370ની પુનઃસ્થાપનાની અપેક્ષા રાખવી મૂર્ખતા છે. યોગ્ય સમયે આમે આ મુદ્દો લાવીશું.' ઓમર અબ્દુલ્લાના આ નિવેદનોએ ભાજપ સાથે સંભવિત રાજકીય ગઠબંધનની અટકળોને તેજ બનાવી દીધી છે. 

બંને પક્ષો અગાઉ પણ સાથે રહી ચૂક્યા છે. નેશનલ કોન્ફરન્સ અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારનો ભાગ હતી અને ઓમર અબ્દુલ્લાએ 1999 અને 2002 વચ્ચે વાજપેયી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.

કાશ્મીરમાં મોટા ઉલટફેરના એંધાણ? કોંગ્રેસને લાગી શકે છે ઝટકો, અબ્દુલ્લાનું ચોંકાવનારું નિવેદન 2 - image


Google NewsGoogle News