Get The App

મોહમ્મદ યુનુસે PM મોદીને મળવા એપોઈન્ટમેન્ટ માગી, ભારતે ન આપ્યો ભાવ, જાણો શું બોલ્યા જયશંકર

Updated: Mar 23rd, 2025


Google News
Google News
મોહમ્મદ યુનુસે PM મોદીને મળવા એપોઈન્ટમેન્ટ માગી, ભારતે ન આપ્યો ભાવ, જાણો શું બોલ્યા જયશંકર 1 - image


India-Bangladesh Relations : વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) કહ્યું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે બંને નેતાઓની મુલાકાત કરાવવા માટે ભારતને વિનંતી કરી છે.

યુનુસે મોદી સાથે બેઠક કરવા વિનંતી કરી

જયશંકરે સંસદીય સમિતિની બેઠકમાં કહ્યું કે, ‘BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક યોજવા વિનંતી મળતા વિચારણા કરવામાં આવી રહી છે.’ આ વર્ષે સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠક યોજાઈ છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હેઠક સમિતિના સભ્યોએ પૂછ્યું છે કે, હિન્દુઓ પર અત્યાચાર મામલે ભારતે શું પગલા ભરી રહી છે? આના જવાબમાં જયશંકરે કહ્યું કે, ‘બાંગ્લાદેશની વચગાળાની સરકારે ઢાકામાં દાવો કર્યો છે કે, હિન્દુઓ પર થતા હુમલા રાજકીય પ્રેરિત હતા.

PM મોદી BIMSTEC ભાગ લે તેવી સંભાવના

વિદેશમંત્રીએ કહ્યું કે, ‘પાકિસ્તાનના વલણના કારણે એશિયન પ્રાદેશિક સહકાર સંગઠન (SAARC) નિષ્ક્રિ છે. જ્યારે ભારત બિમસ્ટેકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે, બેંગકોકમાં બેથી ચાર એપ્રિલ સુધી બિમસ્ટેકનું શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન મોદી ભાગ લઈ શકે છે. જોકે આ દરમિયાન મોદી-યુનુસ વચ્ચે બેઠક યોજાશે કે નહીં, તેની પુષ્ટી થઈ નથી.

આ પણ વાંચો : ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી

PM મોદી આવતા મહિને શ્રીલંકાની મુલાકાતે

જયશંકરે બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જવાના છે. સૂત્રોએ કહ્યું કે, મોદી-યુનુસની મુલાકાત અંગે પૂછવામાં આવતા જયશંકરે કહ્યું કે, આ મુદ્દે વિચારણા કરવામાં આવી રહી છે. બેઠક દરમિયાન કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ, મનીષ તિવારી, મુકુલ વાસનિક, શિવેસના યુબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદી સહિત અનેક સાંસદોએ હિન્દુઓની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો અને વિદેશમંત્રીને પૂછ્યું કે, સરકાર આ અત્યાચાર રોકવા શું પગલા ભરી રહી છે.

બેઠકમાં સૌથી વધુ બાંગ્લાદેશની ચર્ચા

વિદેશમંત્રીએ કહ્યું કે, સરકાર બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે તમામ સ્તરે વાતચીત કરી રહી છે અને આ મુદ્દાને પણ ઉઠાવાયો છે. સરકાર હિન્દુઓ પર થતા અત્ચાચારનો મામલો હંમેશા ઉઠાવતી રહેશે. બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચા બાંગ્લાદેશ અંગે થઈ છે અને લગભગ તમામ સાંસદોએ આ મુદ્દે પ્રશ્નો પૂછ્યા છે.

આ પણ જુઓ : VIDEO-ખ્રિસ્તી ધર્મગુરુનો હદપાર ગુસ્સો ! મહિલાને થપ્પડ મારી, લોકો પર સામાન ફેંક્યો

Tags :