શું રાજ્યસભામાં વક્ફ બિલ પસાર કરાવી શકશે મોદી સરકાર? જાણો NDA પાસે કેટલું છે સંખ્યાબળ

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
શું રાજ્યસભામાં વક્ફ બિલ પસાર કરાવી શકશે મોદી સરકાર? જાણો NDA પાસે કેટલું છે સંખ્યાબળ 1 - image


Image Source: X

Waqf Amendment Bill: ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી NDA પાસે 6 નામાંકિત સદસ્યોના સમર્થન સાથે રાજ્યસભામાં સામાન્ય બહુમત છે. જેનાથી પાર્ટીને વક્ફ બિલ જેવા પ્રમુખ બિલો પસાર કરાવવામાં મદદ મળી શકે છે. 

તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યસભાની પેટાચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં સદસ્યોની સંખ્યા વધીને 234 થઈ ગઈ છે, જેમાં ભાજપ પાસે પોતાના 96 સભ્યો છે. NDAના સદસ્યોની સંખ્યા 113 છે. સામાન્ય રીતે સરકારની તરફેણમાં મતદાન કરનારા છ નામાંકિત સદસ્યો સાથે NDAનું સંખ્યાબળ વધીને 119 થઈ જાય છે, જે બહુમતના હાલના આંકડા 117ના આંકડા કરતાં બે વધુ છે.

રાજ્યસભામાં વિપક્ષ કેટલું મજબૂત?

ઉપલા ગૃહમાં કોંગ્રેસના 27 સભ્યો છે, જ્યારે તેના સાથી પક્ષોના 58 સભ્યો છે, જેનાથી રાજ્યસભામાં વિપક્ષી ગઠબંધનના સદસ્યોની કુલ સંખ્યા 85 થઈ ગઈ છે. રાજ્યસભામાં સદસ્યોની મોટી સંખ્યા ધરાવતા અન્ય પાર્ટીઓમાં YSR કોંગ્રેસ પાસે 9 અને બીજુ જનતા દળ (BJD) પાસે 7 સદસ્યો છે. AIADMK પાસે 4 સદસ્યો, 3 અપક્ષ અને અન્ય સાંસદો એ નાની પાર્ટીઓના છે જે કોંગ્રેસ કે ભાજપ કોઈના પણ ગઠબંધનમાં સામેલ નથી. 

રાજ્યસભામાં 11 સીટો ખાલી

ઉપલા ગૃહમાં જમ્મુ અને કાશ્મીરની ચાર સીટ ખાલી છે, કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશને હજુ સુધી તેની પ્રથમ વિધાનસભા નથી મળી. ગૃહમાં કુલ 11 સીટ ખાલી છે, જેમાં જમ્મુ કાશ્મીરની ચાર, આંધ્રપ્રદેશની ચાર, ચાર નામાંકિત સદસ્યો અને ઓડિશાની એક સીટ સામેલ છે. YSR કોંગ્રેસના બે સદસ્યો અને બીજેડીના એક સદસ્યએ તાજેતરમાં રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધુ છે. બીજેડી સદસ્ય સુજીત કુમાર રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ ગયા જેના કારણે આ સીટ પર પેટા ચૂંટણી જીતવાની શક્યતા છે.

ભાજપનું સમર્થન કરનારી પાર્ટી

વાયએસઆર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા બે સદસ્યો એમ વેંકટરામન રાવ અને બી મસ્તાન રાવની આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થવાની શક્યતા છે, જે ભાજપની સહયોગી પાર્ટી છે. રાજ્યસભામાં ભાજપના સહયોગીઓમાં જનતા દળ-યુનાઈટેડ (JDU), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જનતા દળ-સેક્યુલર (JDS), રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે), શિવસેના, રાષ્ટ્રીય લોકદળ (RLD), નેશનલ પીપલ્સ પાર્ટી, પીએમકે, તમિલ મનિલા કોંગ્રેસ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) સામેલ છે.


Google NewsGoogle News