Get The App

કેજરીવાલ રાજ્યસભાના સાંસદ બનશે? વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંસદને મેદાને ઉતારતાં ચર્ચા છંછેડાઈ!

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
કેજરીવાલ રાજ્યસભાના સાંસદ બનશે? વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંસદને મેદાને ઉતારતાં ચર્ચા છંછેડાઈ! 1 - image


Kejriwal will become a Rajya Sabha MP? પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે AAP એટલે કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબથી રાજ્યસભામાં જશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. જોકે, AAP કે કેજરીવાલ દ્વારા હજુ સુધી  સત્તાવાર રીતે કાંઈ કહેવામાં આવ્યું નથી. પેટાચૂંટણી પછી પંજાબમાં પણ મંત્રીઓમાં ફેરબદલ થઈ શકે છે. 

સંજીવ અરોરા રાજ્યસભાના સાંસદ છે. AAP એ તેમને લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. 10 જાન્યુઆરીએ ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાન બાદ આ બેઠક ખાલી થઈ ગઈ હતી.

કેજરીવાલના રાજ્યસભામાં જવા અંગે વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું, '100 ટકા આવુ થશે.' પહેલા કેજરીવાલ ગુરપ્રીતની બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેમને લાગ્યું કે પંજાબમાં તેના પર મોટી પ્રતિક્રિયા આવશે અને પંજાબીઓ કોઈ બહારના વ્યક્તિને સહન નહીં કરેશે. તેથી તેમણે પોતાના પગલું પાછુ ખેંચી લીધુ. અરોરા સાહેબવાળી માહિતી ઘણી હદ સુધી સાચી હોઈ શકે છે.

હાઈકમાન્ડે પેટાચૂંટણી માટે 61 વર્ષીય અરોરાને ઉમેદવાર જાહેર કર્યા

ટ્રિબ્યુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે AAP હાઈકમાન્ડે પેટાચૂંટણી માટે 61 વર્ષીય અરોરાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેજરીવાલે નવી દિલ્હીમાં અરોરાને પણ મળ્યા છે અને તેમને પેટાચૂંટણી લડવા માટે કહ્યું છે. એવા પણ અહેવાલો છે કે તેમને રાજ્ય સરકારમાં મહત્ત્વપૂર્ણ પદ આપવાની ખાત્રી પણ આપવામાં આવી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની હાર બાદથી પંજાબ સરકારમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. હવે એવી સંભાવના જોવા મળી રહી છે કે, પેટાચૂંટણી પછી મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળની સરકારમાં ફેરફાર થઈ શકે છે.

રાજ્યસભામાં કેજરીવાલ

અન્ય એક સુત્રના અહેવાલ પ્રમાણે, પંજાબના છ વધુ AAP રાજ્યસભા સાંસદોએ પણ કેજરીવાલને પોતાની બેઠકો ઓફર કરી છે. આ સાથે એવા પણ સમાચાર છે કે, AAP અરોરાના સ્થાન પર કેજરીવાલને ઉપલા ગૃહમાં મોકલવાની યોજના પર વિચાર કરી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ દિલ્હીમાં AAP વડા અને પંજાબ સરકારની બેઠક દરમિયાન પણ આવી જ અટકળો લગાવવામાં આવી હતી.

ભાજપનો સવાલ 

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ સવાલ ઉઠાવ્યા છે કે, 'આપ'એ લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી માટે પોતાના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને ઉમેદવાર બનાવ્યા છે. શું આ નવી દિલ્હીની પોતાની બેઠક પરથી હારી ગયેલા અરવિંદ કેજરીવાલને પંજાબમાંથી રાજ્યસભામાં નામાંકિત કરવાનો માર્ગ મોકળો કરવા માટે કરવામાં આવી રહ્યું છે? શું કેજરીવાલની જગ્યાએ પંજાબમાંથી કોઈ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરે તો સારું નહીં થાય?

તેમણે પૂછ્યું, 'શું તમે વચન આપ્યું છે કે જો તમારા રાજ્યસભાના સાંસદ જીતે તો તેમને મંત્રી પદ આપીશું અને બેઠક છોડી દઈશું?' આવી રાજનીતિની નિંદા થવી જોઈએ. લુધિયાણાના લોકોએ સંજીવ અરોરાને હરાવવા જોઈએ જેથી તેઓ અરવિંદ કેજરીવાલને પોતાની સીટ ન આપી શકે.

વિરોધ પક્ષો અફવાઓ ફેલાવી રહ્યા છે: AAP

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પંજાબ AAPના પ્રવક્તા જગતાર સિંહ સંઘેરાએ કહ્યું, 'સંજીવ અરોરા લુધિયાણાના છે, તેથી તેમને પેટાચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.' રાજ્યસભામાં કોને મોકલવા જોઈએ તે અંગે પાર્ટી વિચારણા કરશે. કેજરીવાલ રાજ્યસભામાં જવાના સમાચાર એક અફવા છે. વિરોધ પક્ષો અફવાઓ ફેલાવી રહ્યા છે. કેજરીવાલના રાજ્યસભામાં જવા અંગે પાર્ટીમાં કોઈ ચર્ચા નથી.


Google NewsGoogle News