Get The App

શું રાજસ્થાનમાં ઇતિહાસ રચાશે ? કેટલાક એકઝિટ પોલના પરિણામોએ ચોંકાવ્યા

રાજસ્થાન વિધાનસભા ચુંટણીમાં દર ટર્મે સરકાર બદલાઇ જાય છે

એકઝિટ પોલ મુજબ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટકકર

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
શું રાજસ્થાનમાં ઇતિહાસ રચાશે ?  કેટલાક એકઝિટ પોલના પરિણામોએ ચોંકાવ્યા 1 - image


નવી દિલ્હી,૩૦,નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

મધ્યપ્રદેશ,રાજસ્થાન, છતિસગઢ, મિઝોરમ અને તેલંગાણા એમ પાંચ રાજયોમાં ચુંટણી પુર્ણ થવાની સાથે જ વિવિધ એકઝિટપોલના વરતારા આવવા લાગ્યા છે. આજે તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાની સાથે જ મહત્વના પાંચ રાજયોની ચુંટણીના એક લાંબા અભિયાનનો અંત આવ્યો હતો. ૩ નવેમ્બરે એકઝેટ પરીણામો આવશે પરંતુ પાંચ રાજયોના એકઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટકકર જોવા મળે છે જેમાં મધ્યપ્રદેશ,છતિસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. છતિસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન છે જયારે મધ્યપ્રદેશમાં ૧૮ વર્ષથી ભાજપનો ગઢ રહયો છે.

 રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણી પરિણામો દર વખતે ઉલટાઇ જતા હોય છે. કોઇ એક પક્ષને પાંચ વર્ષની મુદતથી વધારે સત્તા મળતી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ અને કોગ્રેસ વચ્ચે સતાનો હાથ બદલો થતો રહે છે. લોકો દર ટર્મમાં સત્તા વિરોધી મતદાન કરીને વિપક્ષને સત્તાસ્થાને બેસાડે છે. જો કે આ વખતે કેટલાક એકઝિટ પોલમાં સત્તા સંભાળી રહેલી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટકકર જોવા મળી રહી છે. કેટલાક એકઝિટ પોલમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરી સત્તા સંભાળશે એવો પણ વરતાવરો આપ્યો છે. આથી રાજસ્થાનમાં દર ટર્મે સત્તા પક્ષ બદલવાની પરંપરા તૂટશે અને ઇતિહાસ રચાશે ? એવી અટકળો થવા લાગી છે. રાજસ્થાનના એકઝિટ પોલના પરિણામોેએ ચોંકાવી રહયા છે. 


Google NewsGoogle News