Get The App

યોગીના ગઢમાં ભાજપનું ટેન્શન વધારશે ચિરાગ પાસવાન? NDA ગઠબંધનને લઈને મોટી જાહેરાત

Updated: Sep 26th, 2024


Google News
Google News
યોગીના ગઢમાં ભાજપનું ટેન્શન વધારશે ચિરાગ પાસવાન? NDA ગઠબંધનને લઈને મોટી જાહેરાત 1 - image


Image Source: Twitter

UP Politics: બિહારની લોક જનશક્તિ પાર્ટી આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. તેમણે કૌશાંબી જિલ્લામાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ દલિત વર્ગની સાથે બીજા મતદારોને સાથે લાવવાનો પ્રયાસ કરશે. 

લોક જનશક્તિ પાર્ટીના ચિહ્ન પર જમુઈ બેઠકના સાંસદ અરુણ ભારતીએ ચિરાગ પાસવાનની મુલાકાત અંગે જણાવ્યું કે 'NDA સાથે અમારું ગઠબંધન માત્ર બિહાર ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે જ છે.' અન્ય રાજ્યોમાં NDA સાથે અમારી કોઈ સમજૂતી નથી અને હવે અમારું સંગઠન અહીં વિસ્તરી રહ્યું છે. કેટલાક લોકો ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માંગે છે, જેના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, જે લોકો બંધારણ અને અનામતને જોખમમાં બતાવવાનો દાવો કરે છે તેને ચિરાગ પાસવાન જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. લોક જનશક્તિ પાર્ટીના ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવાથી NDA પર તેની અસર પડવા અંગે યુપી સરકારમાં મંત્રી અને NDAના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે, તેની NDA પર કોઈ અસર નહીં પડે. 

સંગઠન અને જનાધાર પર સંકટ નહીં: રાજભર

મંત્રી ઓપી રાજભરે કહ્યું કે, યુપીમાં લોજપાનું કોઈ સંગઠન નથી. તે પાર્ટી માત્ર બિહારમાં જ તેનું સંગઠન અને આંદોલન ચલાવી રહી છે તેનું ન તો સંગઠન છે કે ન તો અહીં તેનો જનાધાર છે. ઓમપ્રકાશ રાજભરે કહ્યું કે જે દલિત સમુદાયની એલજેપી વાત કરે છે તેમાં મોટા નેતા તરીકે માયાવતી પહેલાથી જ છે. દલિતોમાં બાકીની જે જાતિઓ છે તે જાતિઓમાંથી કેટલીક ભાજપ, કેટલીક સપા, કેટલીક બસપા અને કેટલીક કોંગ્રેસ સાથે અલગ-અલગ વહેંચાયેલી છે. જે કમ્યુનિટીની વાત લોજપા કરે છે એ જ કમ્યુનિટીના લોકો ભાજપ અને સપામાં ધારાસભ્ય અને સાંસદ પણ છે, તો હવે આ જાતિ યુપીમાં ભાજપ અને સપાને છોડીને લોજપાનું સમર્થન નહીં કરશે.

Tags :
Uttar-PradeshChirag-PaswanNDABJP

Google News
Google News