દિલ્હીમાં મહિલા CM બનાવશે ભાજપ? સ્મૃતિ ઈરાની અને સુષ્મા સ્વરાજની પુત્રીનું નામ રેસમાં
Image: X
Delhi Election Results: દિલ્હીમાં ભાજપને મોટી જીત મળી છે, હવે સૌથી મોટી વાત એ છે કે પાર્ટી મુખ્યમંત્રી કોને બનાવશે. ભાજપે તો મુખ્યમંત્રીના ચહેરા વિના દિલ્હીમાં ચૂંટણી લડી હતી. દરમિયાન હવે ચૂંટણી જીત્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીને મહિલા સીએમ મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર કોઈ મહિલા ધારાસભ્યને જ દિલ્હીના મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. ભાજપની ચાર મહિલા ધારાસભ્ય આ વખતે વિધાનસભા પહોંચી છે જેમાં શિખા રાય, રેખા ગુપ્તા, પૂનમ શર્મા અને નીલમ પહેલવાન સામેલ છે. આતિશી આપની એકમાત્ર ચૂંટણી જીતનાર મહિલા નેતા છે.
રેખા ગુપ્તા (શાલીમાર બાગ ધારાસભ્ય)
રિપોર્ટ અનુસાર ભાજપના એક વરિષ્ઠ નેતાએ સંકેત આપ્યો છે કે પાર્ટી પોતાના વિકલ્પો પર સાવધાનીથી વિચાર કરી રહી છે. રાજકીય રીતે સૌથી સારું કામ કોણ કરે છે. તેના આધારે પૂર્વાંચલ પૃષ્ઠભૂમિ વાળા ઉમેદવાર, શિખ નેતા કે મહિલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશામાં ગત ચૂંટણીથી ખબર પડે છે કે પાર્ટી નેતૃત્વ કોઈ મોટી જાહેરાત કર્યા પહેલા નામ ગુપ્ત રાખે છે. જેમાં એક નામ રેખા ગુપ્તા(શાલીમાર બાગ ધારાસભ્ય)નું પણ છે. તે ભાજપના મહિલા શાખાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે અને તેમણે 29,595 મતોના આરામદાયક અંતરથી પોતાની બેઠક જીતી છે.
શિખા રોય
શિખા રોય (ગ્રેટર કૈલાશ) વધુ એક મજબૂત દાવેદાર છે. જેમણે આપના સૌરભ ભારદ્વાજને એક ઉચ્ચ-દાવ લડતમાં હરાવ્યા છે.
આ પણ વાંચો: કરુણાંતિકા: મહાકુંભથી પરત આવતી બસનો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા
સ્મૃતિ ઈરાની
પૂર્વ કેન્દ્રીય મંત્રી, 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી કોંગ્રેસના કિશોરીલાલથી હારી ગયા પરંતુ તે એક મજબૂત દાવેદાર છે.
નીલમ પહેલવાન
નીલમ પહેલવાન નજફગઢ ધારાસભ્યએ 1,01,708 મતોની સાથે ભારે જીત મેળવી છે.
બાંસુરી સ્વરાજ
દિવંગત સુષ્મા સ્વરાજના પુત્રી, નવી દિલ્હી લોકસભા બેઠકથી જીત્યા પણ છે. તેમનું પણ નામ ચર્ચામાં છે. આ સાથે પૂનમ શર્મા પણ આ લિસ્ટમાં છે. જે વજીરપુરના ધારાસભ્ય છે. 11,425 મતથી જીત્યા છે. મહિલાઓ સિવાય અન્ય નામો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના અમુક આંતરિક સૂત્રોનું માનવું છે કે વિજેન્દ્ર ગુપ્તા (રોહિણી ધારાસભ્ય), અજય મહાવર (ઘોંડા ધારાસભ્ય) અને અભય વર્મા (લક્ષ્મી નગર ધારાસભ્ય) આ રેસમાં હોઈ શકે છે. આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કપિલ મિશ્રા, જે હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે તેમની પણ ચર્ચા થઈ રહી છે. સાથે જ પ્રવેશ વર્માની પર પણ જેઓ નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને હરાવીને ચર્ચામાં રહ્યા હતા.