Get The App

NDAના કદાવર નેતાનો ઊઠતો અવાજ દબાવી દેવા ભાજપનો પ્લાન! 'કાકા'ને મોટું પદ આપવાની તૈયારી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
Pashupati Kumar Paras


Pashupati Kumar Paras vs Chirag Paswan: છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન કેન્દ્ર સરકારના અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. ચિરાગના નિવેદનોને જોતાં હવે ભાજપ તેમના પર લગામ લાદવાની તૈયારી કરી રહી છે અને કાકા પશુપતિ પારસને ફરી એકવખત એનડીએ પ્રાધાન્ય આપી શકે છે. અટકળો વહેતી થઈ છે કે, પશુપતિ પારસ છેલ્લા કેટલાક મહિનનાથી રાજકારણમાં હાંસિયામાં ધકેલી દીધા છે, પણ હવે ઝડપથી કોઈ રાજ્યના રાજ્યપાલ કે અન્ય મહત્ત્વપૂર્ણ કેન્દ્રીય બોર્ડના અધ્યક્ષ બનાવી શકે છે.

ભાજપ પારસને મહત્ત્વની જવાબદારી સોંપશે

ભાજપ જો પશુપતિ પારસનુ કદ વધારી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ કે કેન્દ્રીય બોર્ડના અધ્યક્ષ બનાવે છે, તો તે ચિરાગ પાસવાનની સમકક્ષ દરજ્જો ધરાવશે અને ફરી એકવખત ભાજપ પશુપતિ પારસની મદદથી ચિરાગ પર અંકુશ લાદી શકશે.તાજેતરમાં જ, પશુપતિ પારસ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા, ત્યારપછી આ અટકળ મજબૂત બની છે કે, ટૂંક સમયમાં પારસનું કદ વધારી શકાય છે અને તેમને કોઈપણ રાજ્યના રાજ્યપાલ અથવા કેન્દ્રીય બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ભાજપને જોરદાર ઝટકો, 'જો રામ કો લાએ હૈ, હમ ઉનકો..' ગીત ગાનારા સિંગર કોંગ્રેસમાં જોડાશે

ચિરાગે આ નિર્ણયોનો વિરોધ કર્યો

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચિરાગ પાસવાને કેન્દ્ર સરકારના વકફ બિલ અને સરકારી નોકરીઓમાં લેટરલ એન્ટ્રી જેવા મહત્વના નિર્ણયોનો વિરોધ કર્યો હતો. ચિરાગ પાસવાને અનુસૂચિત જાતિ અને જનજાતિ ક્વોટામાં સબ-કેટેગરીઝ અને ક્રીમી લેયરને ઓળખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો.

ભાજપ નબળુ પડ્યું

ચિરાગ પાસવાનના આ તમામ પગલાંથી ભાજપ સ્વાભાવિક રીતે જ નબળાઈ અનુભવી રહ્યું હતું. આ કારણોસર, ચિરાગને નિયંત્રિત કરવા માટે, તેના કાકા જેની સાથે તેની જૂની દુશ્મનાવટ છે, તેને રાજકીય રીતે સક્રિય કરવા જઈ રહ્યા છે. પશુપતિ પારસનું કદ વધારીને ભાજપ પાસવાનને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે ચિરાગ પાસવાને કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણયોમાં વધુ પડતી દખલગીરી કરવી જોઈએ નહીં.

પારસ હાંસિયામાં ધકેલાયા હતા

પશુપતિ પારસ છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDAમાં હોવા છતાં, ભાજપે તેમને બિહારમાં એક પણ બેઠક પરથી ચૂંટણી લડવા દીધી ન હતી, જેના વિશે પશુપતિ પારસે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેમ છતાં તેઓ એનડીએમાં જ છે.


NDAના કદાવર નેતાનો ઊઠતો અવાજ દબાવી દેવા ભાજપનો પ્લાન! 'કાકા'ને મોટું પદ આપવાની તૈયારી 2 - image


Google NewsGoogle News