પતિ અભણ હોવાના કારણે પસંદ ન હતો: ભીલવાડામાં પત્નીએ ઝેર આપીને કરી નાખી હત્યા

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
પતિ અભણ હોવાના કારણે પસંદ ન હતો: ભીલવાડામાં પત્નીએ ઝેર આપીને કરી નાખી હત્યા 1 - image


Image Source: Freepik

Wife Murder Her Husband In Bhilwara: રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ધુમદાસ ગામમાં એક પત્નીએ તેના પતિને ઓછું ભણેલ હોવાને કારણે ઝેર આપીને હત્યા કરી નાખી છે. આ મામલે પોલીસે મૃતકની પત્નીની ધરપકડ કરી છે. ભીલવાડાના સદર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉગ્મા રામે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન વિસ્તારના ધૂમદાસ ગામના રહેવાસી નારાયણ ગાડરીએ 15 જૂનના રોજ એક રિપોર્ટ આપ્યો હતો જેમાં લખ્યું હતું કે 3 જૂનના રોજ રાત્રે 9:30 વાગ્યે તેનો ભાઈ મદન ગાડરી ઘરે ગયો હતો અને ત્યારે તેની પત્ની ટીના ગાડરીએ ઝેરી પદાર્થ ખવડાવ્યો દીધો હતો.

પતિનું સારવાર દરમિયાન મોત

મદનની તબિયત લથડે તે પહેલા જ તેને ભીલવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં સારવાર દરમિયાન 6 જૂને મદનનું મોત થઈ ગયું. આ મામલે અમે કેસ નોંધ્યો હતો અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજન દુષ્યંતના આદેશ પર એક વિશેષ ટીમની રચના કરી હતી. તપાસ કરી તો તપાસ દરમિયાન અમારી સામે ખૂબ જ રોચક તથ્યો સામે આવ્યા.

પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

પોલીસે વંદના ઉર્ફે ટીનાની પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉગ્મા રામે જણાવ્યું કે મદન ગદરી અને તેની પત્ની વંદના ઉર્ફે ટીનાના લગ્ન સાટા પ્રથા હેઠળ થયા હતા. વંદનાએ B.Aનો અભ્યાસ કર્યો હતો જ્યારે ઓછું ભણ્યો હતો અને ફેક્ટરીમાં મજૂરીનું કામ કરતો હતો. આ કારણોસર વંદના મદનને પસંદ નહોતી કરતી. વંદના સાટા હેઠળ પોતાના નાના ભાઈનો સબંધ ટકાવી રાખવા માગતી હતી જ્યારે પોતે બીજે નાતરાં લગ્ન કરવા ઈચ્છતી હતી તેથી તેણે પોતાના પતિ મદન ગાડરીને ઝેરી ગોળી ખવડાવીને મોતના ઘાટ ઉતારી દીધો. આ મામલે અમે મદન ગાડરીની પત્ની ટીનાની ધરપકડ કરી લીધી છે. 


Google NewsGoogle News