Independence Day 2024: દેશની આઝાદી માટે કેમ 15 ઓગસ્ટના દિવસની પસંદગી કરાઈ, જાણો

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
Independence Day 2024


Independence Day 2024: 15મી ઓગસ્ટે દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે ભારતના સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છે. લોકો આ દિવસે સ્વતંત્રતાની ઉજવણી કરે છે અને સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપે છે. પરંતુ તમને એવો પ્રશ્ન થયો કે આઝાદી માટે 15 ઓગસ્ટની તારીખ જ  જ કેમ પસંદ કરવામાં આવી? ચાલો તેના વિશે જાણીએ-

15 ઓગસ્ટે કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ?

બ્રિટિશ શાસનની યોજના અનુસાર, ભારતને 30 જૂન, 1948ના રોજ આઝાદી મળવાની હતી. પરંતુ, પાકિસ્તાનના વિભાજનને લઈને નેહરુ અને મહમદ અલી ઝીણા વચ્ચેના તણાવ અને સાંપ્રદાયિક રમખાણોના વધવાના કારણે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. 

આ પણ વાંચો: ત્રિરંગાની રસપ્રદ સફર : 1905 થી 1947 દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજમાં 6 વખત ફેરફાર કરાયા હતા

લોર્ડ માઉન્ટબેટને 4 જુલાઇ 1947ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કર્યું હતું, જેને બ્રિટિશ સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી અને બાદમાં 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

15મી ઓગસ્ટ જ કેમ પસંદ કરી?

ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન માટે 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. 15 ઓગસ્ટ, 1945 ના રોજ, બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો અને જાપાની સેનાએ બ્રિટિશ સેનાને આત્મસમર્પણ કર્યું. તે સમયે લોર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોના કમાન્ડર હતા અને જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય માઉન્ટબેટનને આપવામાં આવ્યો હતો. આથી તેમના માટે આ દિવસ ખાસ હતો. તેથી માઉન્ટબેટન 15મી ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ માનતા હતા અને તેથી તેમણે 15મી ઓગસ્ટને ભારતની આઝાદીના દિવસ તરીકે પસંદ કર્યો હતો.

આ પણ વાંચો: 78th Independence Day 2024 : ત્રિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ કેવી રીતે બન્યો, જાણો ઈતિહાસ

મહાત્મા ગાંધી સામેલ ન થયા 

મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની ઉજવણીમાં ભાગ લીધો ન હતો કારણ કે ભારત પાકિસ્તાનના ભાગલા પડવાથી દેશમાં સાંપ્રદાયિક હિંસા ખૂબ જ વધી ગઈ હતી. આથી ગાંધીજી માનતા હતા કે આઝાદીની ઉજવણી કરતા પહેલા દેશમાં શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. આ સિવાય ગાંધીજી ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. તેઓ ઈચ્છતા હતા કે હિંદુઓ અને મુસ્લિમો સાથે રહે. વિભાજનના કારણે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા આથી જ તેમને આઝાદી ઉજવણીમાં ભાગ લીધો ન હતો. 

Independence Day 2024: દેશની આઝાદી માટે કેમ 15 ઓગસ્ટના દિવસની પસંદગી કરાઈ, જાણો 2 - image



Google NewsGoogle News