Get The App

ભારતના આ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયું મતદાન, પુતિનનો વિજય નક્કી!

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ભારતના આ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયું મતદાન, પુતિનનો વિજય નક્કી! 1 - image

image : Twitter



Russia President Election 2024 | રશિયામાં હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દેશ અને વિશ્વભરના રશિયનો મતદાન કરી રહ્યા છે. ભારતમાં પણ રશિયન ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના કેરળ રાજ્યમાં પણ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એવી ચર્ચા છે કે આ ચૂંટણીમાં ફરી એકવાર વ્લાદિમીર પુતિનની જીત લગભગ નિશ્ચિત છે.

દક્ષિણ ભારતના આ શહેરમાં યોજાયું મતદાન 

કેરળમાં રહેતા રશિયન નાગરિકોએ રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તિરુવનંતપુરમમાં મતદાન કર્યું હતું. તેઓએ અહીં રશિયન હાઉસમાં સ્થિત રશિયન ફેડરેશનના માનદ કોન્સ્યુલેટ ખાતે ખાસ આયોજિત બૂથ પર મતદાન કર્યું. રશિયાના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં રશિયન હાઉસના ડિરેક્ટર રતેશ નાયરે જણાવ્યું હતું કે આ ત્રીજી વખત છે જ્યારે તેમણે રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનની વ્યવસ્થા કરી હતી. તેમણે કેરળમાં મતદાન પ્રક્રિયામાં સહકાર આપવા બદલ રશિયન નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ત્રીજી વખત યોજાયું છે મતદાન 

રતિશ નાયરે કહ્યું, "આ ત્રીજી વખત છે જ્યારે રશિયન ફેડરેશનના કોન્સ્યુલેટ જનરલ રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાનનું આયોજન કરી રહ્યા છે. આ અહીં રહેતા રશિયન લોકો અને પ્રવાસીઓ માટે છે. અમને રશિયન સંઘના કેન્દ્રીય ચૂંટણી પંચ સાથ જોડાઈને ખુશી થઇ રહી છે. અમે અમારા નવા રાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયામાં મત આપવા માટે કેરળમાં રહેતા રશિયન નાગરિકોનો હું તેમના સહકાર અને ઉત્સાહ માટે ખૂબ જ આભારી છું."



Google NewsGoogle News