નેપાળ વર્ષો પહેલા રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ ખબર હતી? જાણો આ સવાલ કેમ થઈ રહ્યો છે
નેપાળ પોસ્ટ વિભાગ તરફથી વર્ષ 1967માં જાહેર કરેલી ટપાલ ટિકિટ સોશિયલ મીડિયા પર વાયરલ
Nepal Postage: અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભકાર્યમાં દેશની મોટી હસ્તીઓ સાક્ષી બનશે. હવે નેપાળ સાથે ભગવાન રામ અને માતા સીતાના સંબંધો નવા નથી. જનકપુરથી મળેલી ભેટ ઉપરાંત નેપાળથી પણ એક સંયોગ આવ્યો છે, ત્યાર બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરની ભવિષ્યવાણી 57 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ વિશે વિગતવાર જાણીઓ…
નેપાળની ‘રામનવમી 2024’ લખેલી ટપાલ ટિકિટ વાયરલ
નેપાળ પોસ્ટ વિભાગ તરફથી વર્ષ 1967માં જાહેર કરેલી ટપાલ ટિકિટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ટિકિટમાં ભગવાન રામ અને માતા જાનકી જોવા મળે અને તેમા ‘રામનવમી 2024’ લખ્યું છે, જે વિક્રમ સંવત 2024 છે. આપણે બધા જાણીએ છીએ કે જે કેલેન્ડર મુજબ આપણે તારીખ નક્કી કરીએ છીએ તેને ગ્રેગોરીયન કેલેન્ડર કહેવામાં આવે છે, જેને આપણે અંગ્રેજી કેલેન્ડર પણ કહીએ છીએ. તેનાથી વિપરીત હિંદુ ધર્મના તહેવારો વિક્રમ સંવત મુજબ નક્કી કરવામાં આવે છે, જેને આપણે હિંદુ કેલેન્ડર કહીએ છીએ. વિક્રમ સંવત ભારતના મોટાભાગમાં માન્ય છે અને નેપાળમાં પણ આ કેલેન્ડર ધાર્મિક કાર્યક્રમો માટે માન્ય છે. વિક્રમ સંવત ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં 57 વર્ષ આગળ છે. આ બે કેલેન્ડર વચ્ચેના તફાવતને કારણે નેપાળી ટપાલ ટિકિટ અને રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ એક યોગાનુયોગ છે.
21 હજાર પૂજારીઓ મહાયજ્ઞ કરશે
અહેવાલ અનુસાર, અયોધ્યામાં 1008 શિવલિંગ સ્થાપિત કરવા માટે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે, જે 12 દિવસ સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યામાં સરયૂ નદીના કિનારે યોજાનારા આ યજ્ઞમાં નેપાળથી 21 હજાર પૂજારીઓ આવશે. રામ મંદિરથી લગભગ 2 કિમી દૂર સરયુ નદીના કિનારે 100 એકરમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.