Get The App

ખાંસીથી રાહત આપતી આ કફ સિરપ શરીર માટે છે હાનિકારક, જાણો કેવી રીતે કરે છે નુકસાન

Updated: Nov 1st, 2022

GS TEAM


Google News
Google News
ખાંસીથી રાહત આપતી આ કફ સિરપ શરીર માટે છે હાનિકારક, જાણો કેવી રીતે કરે છે નુકસાન 1 - image


- અફીણમાંથી ઉત્પાદિત કોડીન યકૃતમાં પહોંચ્યા પછી મોર્ફીનમાં રૂપાંતરિત થાય છે

- કોડીન બ્રેન સ્ટેમના કફ સેન્ટર પર સીધી અસર કરીને તેના સંકેતોના નબળા પાડે છે

નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2022, મંગળવાર

શિયાળાની શરૂઆત થઈ રહી હોવાથી કેટલાક લોકોને ઉધરસ પણ થશે. ઉધરસ થવાથી દવાની દુકાનો પર આંટાફેરા ચાલુ થશે અને ઓવર ધ કાઉન્ટર (OTC) કફ સિરપ પણ ઘરે આવશે. આપણા દેશના અનેક સામાન્ય ઘરોમાં આ જ થાય છે પરંતુ શું તમે જાણો છો કે સરળતાથી ઉપલબ્ધ આ સિરપમાં કોડિન હોય છે. તેમાં તમને ફાયદા કરતા વધુ નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવે છે. આટલું જ નહીં તે તમને વ્યસની પણ બનાવી શકે છે. તો ચાલો તેના વિશે વધુ વિગતો જાણીએ.  

સરળ ભાષમાં સમજીએ

કોડીન ધરાવતી કફ સીરપ એટલે CCS. આમાની ઘણી OTC કફ સિરપમાં કોડિન હોય છે. તેની 100 મિલી બોટલની અસર 30 મિલિગ્રામ મોર્ફીનની ગોળી જેવી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે મોર્ફીન શું છે? તો તમને જણાવી દઈએ કે મોર્ફીન એક માદક પદાર્થ છે અને તે હેરોઈનના વર્ગમાં સામેલ છે. આમ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ કહીએ તો, અફીણમાંથી ઉત્પાદિત કોડીન યકૃતમાં પહોંચ્યા પછી મોર્ફીનમાં રૂપાંતરિત થાય છે. 

કેવી રીતે કરે છે અસર

વ્યક્તિને તેના નાના ડોઝથી નશાની લાગણી થવા લાગે છે. હકીકતમાં કોડીન બ્રેન સ્ટેમના કફ સેન્ટર પર સીધી અસર કરીને તેના સંકેતોના નબળા પાડે છે. તેથી વ્યક્તિ ઉધરસ માટે તૈયાર થાય છે. કોડીન ઉધરસની અવધિમાં ઘટાડો નથી કરતું. આપણને લાગે છે કે સિરપથી આપણી બેચેની દુર થઈ રહી છે પરંતુ તે ખૂબ જ ઓછી રાહત આપે છે.

CCSનો ખોટો ઉપયોગ અને અસર

બજારમાં CCSની સંખ્યા 100થી વધું છે. તેમાં Phensedyl અથવા Corexનો હિસ્સો સૌથી વધુ છે. સિરપના વ્યસની તેને સોડાની સાથે ભેળવીને પીએ છે. ત્યારબાદ તેની અસર વધારવા માટે ગરમ ચા અથવા કોફીનો ઉપયોગ કરે છે. ખાસ વાત તો એ છે કે, આ સસ્તો નશો લગભગ 75 રૂપિયામાં જ મળી જાય છે. CCSની અસરથી ચક્કર આવવા, બોલવામાં મુશ્કેલી, ભ્રમ થવો, હૃદયના ધબકારા વધવા, હાઈ બ્લડ પ્રેશર જેવી વસ્તુઓ થાય છે. 

CCSનો ડ્રગની જેમ કેમ થઈ રહ્યો છે ઉપયોગ?

ચંડીગઢ ખાતેના પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશ એન્ડ રિસર્ચ દ્વારા 1997ના અભ્યાસ મુજબ, CCSમાં ઓપિઓઈડ્સ અને ક્લોરફેનિરામાઈન જેવા સિમ્પેથોમિમેટિક એજન્ટનું સંયોજન ચોક્કસ આનંદકારક અસર કરી શકે છે. હવે તેની સાથે જ CCSની દવા તરીકે ઓછી કિંમત અને ઉપલબ્ધતા એક મોટું કારણ બની શકે છે. 

ખાસ વાત એ છે કે, વર્ષ 2016માં એટલે કે PGIની રિપોર્ટ આવ્યાના લગભગ 2 દાયકા પછી સરકારે CCS પર પ્રતિંબધની જાહેરાત કરી હતી. કંપનીઓ વ્યસન અને હેરફેરનો સામનો કરવા માટે પોતાની દવાઓનું વેચાણ કેવી રીતે કરે છે તેની દેખરેખ રાખવા માટે દબાણ હેઠળ આવી ગઈ છે. સિપ્લાએ વર્ષ 2017માં ભારતમાં CCSનું ઉત્પાદન બંધ કરી દીધું હતું પરંતુ બજારની દિગ્ગજ  અમેરિકન કંપન ફાઈજર (Pfizer) અને એબોટ લેબોરેટરીઝ (Abbott Laboratories) એ દુરૂપયોગને રોકવા માટે ખાસ કોઈ ઠોસ પગલા લીધા નથી.  

ઉકેલ શું હોઈ શકે છે?

સૌ પ્રથમ તો ડોક્ટરની સલાહ વગર આવી સિરપનુ વેચાણ ન કરવું જોઈએ. સમસ્યા એ છે કે સરકારને નથી ખબર કે કેટલા લોકો તેને લઈ રહ્યા છે કારણ કે તે પ્રિસ્ક્રિપ્શન વિના ઉપલબ્ધ છે. આ કિસ્સામાં દવાના વેપારીને કોડીન ફોસ્ફેટ કપ સિરપના વેચાણની સ્લિપ પોતાની પાસે રાખવાનું કહેવું મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય રેગ્યુલેશન સ્તરે પણ ફેરફારોની જરૂર છે. ઉત્પાદકોએ 'એક બેચ એક ખરીદનાર'ના નિયમનું પાલન કરવું જોઈએ. 

આ સિવાય નિયામકની તાકાત વધારવાની પણ જરૂર છે. BSFની એક જૂના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ભારતમાં 10,000 થી વધુ ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાં માત્ર 1500 નિરિક્ષકો છે. 

દાણચોરીનું પણ જોખમ

ગુજરાતથી ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરથી શરૂ કરીને તમિલનાડુ સુધી કડક કાર્યવાહી બાદ પણ CCSની અસર વધી રહી છે. આ સિવાય બાંગ્લાદેશ અને નેપાળમાં મોટા પાયે સીમાપારથી દાણચોરી ચાલુ છે. NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના આંકડા દર્શાવે છે કે 2014 થી 2015 વચ્ચે કોડીન યુક્ત 26 લાખ 35 હજાર 848 લીટર સિરપ પકડવામાં આવ્યું હતું.

ગામ્બિયાની ઘટના

તાજેતરમાં ગામ્બિયામાં diethylene glycol અથવા ethylene glycol મિશ્રિત કપ સિરપ પીવાથી 66 બાળકોની મૃત્યુ થઈ ગઈ હતી. હરિયાણાની કંપની દ્વારા તૈયાર કરાયેલા આ સિરપમાં કોડીન નહોતું. આ સાથે કોડીન આધારિત સિરપ પર પ્રતિબંધની માંગ ઉગ્ર બની છે. આરોગ્ય મંત્રાલયે એમએસ ભાટિયાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. તેણે કોડીન આધારિત સિરપ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. 

એક બાજુ જ્યાં સરકાર પ્રતિબંદ ઈચ્છે છે ત્યારે દવા ઉત્પાદકો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર એસોસિએશન (IDMA) પ્રતિબંધને રોકવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. એસોસિએશનનો દાવો છે કે પ્રતિબંધથી સરકારી તિજોરીને 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. 

Tags :