...તો આ કારણે રામલલાની મૂર્તિનો રંગ છે કાળો, જાણો શું છે તેની પાછળની સ્ટોરી
રામલલાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે.
જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે, તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે.
Image Twitter |
આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામની મૂર્તિની તસવીરો સામે આવી છે, જેમા તે બાળ સ્વરુપમાં શ્યામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલ જોવા મળે છે. પરંતુ આ ક્ષણે લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે રામલલાની મૂર્તિનો રંગ કાળો કે શ્યામ કેમ છે.
રામલલાની મૂર્તિનો રંગ કાળો કેમ ?
રામલલાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પણ કહેવામાં આવે છે. જેના કારણે રામલલાની મૂર્તિનો રંગ શ્યામ છે. જે પથ્થરમાંથી રામલલાની મૂર્તિ બનાવવામાં આવી છે, તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે. આ પથ્થર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
કેમ ખાસ છે રામલલાની મૂર્તિમાં ઉપયોગ કરવામાં આવેલ પથ્થર ?
રામલલાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે, જ્યારે રામલલાને દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય. આ દૂધનો ખાવામાં ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નહીં થાય. આ ઉપરાંત આ પથ્થર હજારો વર્ષો સુધી આ પ્રકારનો રહેશે. એટલે કે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.
વાલ્મીકિ રામાયણમાં પણ કરવામાં આવ્યું છે મૂર્તિનું વર્ણન
આ સિવાય વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેમા ભગવાન રામનો શ્યામ રંગ હોવાનો વર્ણન કરવામાં આવ્યું છે. તેના કારણે રામલલાની મૂર્તિનો રંગ કાળો છે. આ સાથે રામલલાની પૂજા શ્યામલ સ્વરૂપમાં જ કરવામાં આવી છે.
કેવી છે, ભગવાન શ્રી રામની મૂર્તિ?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ બાબતે વાત કરતાં કહ્યું કે, ભગવાન રામલલાની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે પાંચ વર્ષના બાળકના રુપમા બનાવવામાં આવી છે અને આ મૂર્તિ 51 ઈંચની જ છે. તેમજ રામલલાની મૂર્તિ કાળા પથ્થરમાથીં તૈયાર કરવામાં આવી છે. રામલલાની મૂર્તિમાં ભગવાનના અનેક અવતારોને દર્શાવવામાં આવ્યા છે.