રાહુલ ગાંધી હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે? કોંગ્રેસના સાંસદે જાતે જ કરી દીધો ખુલાસો

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


Rahul Gandhi In White T-Shirt: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગઈ કાલે તેમનો 54મો જન્મદિવસ ઉજવ્યો, આ પ્રસંગે તેમણે 'વ્હાઈટ ટી-શર્ટ' અભિયાનની શરૂઆત કરી અને ખુલાસો પણ કર્યો કે તેઓ હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે. રાહુલ ગાંધી ઘણીવાર સફેદ ટી-શર્ટમાં જ જોવા મળે છે. ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો ન્યાય યાત્રા, બંને કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીના સફેદ ટી-શર્ટની ખૂબ ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધીએ જ સફેદ ટી-શર્ટ બાબતે ખુલાસો કર્યો 

હંમેશા સફેદ ટી શર્ટમાં જોવા મળતા રાહુલ ગાંધીએ પોતે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની સફેદ ટી-શર્ટ પારદર્શિતા, શક્તિ અને સાદગીનું પ્રતિનિધિત્વ કરે છે.

રાહુલ ગાંધી મોકલશે સફેદ ટી-શર્ટ 

રાયબરેલીના સાંસદે પોસ્ટમાં કહ્યું, 'જન્મદિવસની તમામ શુભેચ્છાઓ માટે હું દિલથી તમારો આભાર માનું છું. મને વારંવાર પૂછવામાં આવે છે કે હું હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરું છું, આ ટી-શર્ટ મારા માટે, પારદર્શિતા, શક્તિ અને સાદગીનું પ્રતીક છે.' રાહુલ ગાંધીએ વધુ માં કહ્યું કે, 'તમારા જીવનમાં આ મૂલ્યો ક્યાં અને કેટલા ઉપયોગી છે? તે #WhiteTshirtArmy નો ઉપયોગ કરીને મને વીડિયો મોકલો અને હું તમને સફેદ ટી-શર્ટ ગિફ્ટ કરીશ.'

કોંગ્રેસે રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવ્યો

બુધવારે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. 10 જનપથ ખાતેના સોનિયા ગાંધીના નિવાસસ્થાન અને પાર્ટી મુખ્યાલયની આસપાસ હોર્ડિંગ્સ અને બેનરો લગાવીને કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પણ રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી હંમેશા સફેદ ટી-શર્ટ કેમ પહેરે છે? કોંગ્રેસના સાંસદે જાતે જ કરી દીધો ખુલાસો 2 - image


Google NewsGoogle News