માત્ર દેશી નસલની ગાયને જ રાજ્યમાતાનો દરજ્જો, જાણો જર્સી જેવી ગાયની બાદબાકી શા માટે?
Desi Cow Rajyamata Status: ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ગાયના શરીરમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. ગાયને કામધેનુ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. મહારાષ્ટ્રમાં ગાયની એક દેશી જાતિને રાજ્યની માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
રાજ્યના કૃષિ, ડેરી વિકાસ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,'વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગીતા, આયુર્વેદ ચિકિત્સા,પંચગવ્ય સારવાર પદ્ધતિ અને જૈવિક કૃષિ પ્રણાલીઓમાં ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વપૂર્ણ સ્થાનને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને 'રાજ્યમાતા ગૌમાતા' તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.'
તો સવાલ એ થાય છે કે, રાજ્યની માતાનો આ દરજ્જો માત્ર દેશી ગાયને જ કેમ આપવામાં આવ્યો? શા માટે જર્સી જેવી અન્ય જાતિઓને મંજૂરી આપવામાં આવી ન હતી?
આ અંગે વિલે પાર્લેના સન્યાસ આશ્રમ સ્થિત ગૌશાળાના ગાય સેવક ધનરાજ પાટીલે જણાવ્યું હતું કે, દેશી ગાયમાં 36 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. હિન્દુ ધર્મમાં દેશી ગાયનું ઘણું પૌરાણિક મહત્વ છે. તેનું દૂધ મીઠુ હોય છે, તેથી જ તે ભગવાન કૃષ્ણને ચઢાવવામાં આવે છે. ગાય માતાનું ગૌ મુત્ર પણ અનેક રોગોને મટાડે છે. આ કારણોસર, ઘણા લોકો વહેલી સવારે આશ્રમમાં આવે છે, ગૌ મુત્રનું સેવન કરે છે.
સરકારનું માનવુ છે કે, આ નિર્ણયથી ગૌહત્યા અને તસ્કરી પર અંકુશ આવશે. રાજ્યમાં ગાયોની સુરક્ષા અને સન્માન પણ વધશે.દેશના અન્ય ભાગોમાં જોવા મળતી ગાયોને દેશી ગાય તરીકે કેવી રીતે નકારી શકાય? ગુજરાતની ગીર ગાયો અને હરિયાણા-પંજાબની હરિયાણાની ગાયો ચોક્કસપણે દેશી ગાય છે. ગીર ગાયનાના દર્શન કરીને અને સ્પર્શ કરીને ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. કારણ કે, એવું માનવામાં આવે છે કે ગાયમાં અલગ-અલગ દેવતાઓ વાસ કરે છે.
દેશી અને જર્સી ગાય વચ્ચેનો તફાવત
દેશી અને જર્સી ગાય વચ્ચેનો તફાવત સમજાવતા 30 વર્ષથી ગાયોની સેવા કરતા ધનરાજે કહ્યું કે, દેશી ગાયોને મોટા કાન હોય છે. ગરદનનો મોટાભાગનો ભાગ ઘણો લટકેલો હોય છે. પાછળનો ભાગ ઘણો ઊંચો છે અને શિંગડા પણ મોટા અને વળાંકવાળા છે. જ્યારે જર્સી જાતિની ગાયને નાના શિંગડા અને કાન હોય છે. ગળાનો ભાગ પણ દેશી ગાય જેટલો લટકતો નથી અને પાછળનો ભાગ પણ એટલો મુખ્ય નથી. પરંતુ વ્યવસાયિક રીતે જોઈએ તો જર્સી ગાય દિવસમાં બે વખત કુલ 16 લિટર દૂધ આપે છે, જ્યારે દેશી ગાય દિવસમાં બે વખત માત્ર 7-8 લિટર દૂધ આપે છે. તેથી, લોકો વ્યવસાયિક હેતુઓ માટે વધુ જર્સી ગાયો પાળે છે. દેશી ગાય નહિ કારણ કે દેશી ગાય જર્સી ગાય કરતા ઓછું દૂધ આપે છે.
મહારાષ્ટ્રનો નિર્ણય
વૈદિક કાળથી દેશી ગાયોના મહત્વને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે સોમવારે તેમને 'રાજ્યમાતા-ગોમાતા' જાહેર કરી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. સોમવારે સરકાર દ્વારા જારી કરાયેલ એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "વૈદિક કાળથી, માનવ જીવનમાં ગાયનું મહત્વ ધાર્મિક, વૈજ્ઞાનિક અને આર્થિક રહ્યું છે, તેથી જ તેને 'કામધેનુ' કહેવામાં આવે છે."
ગાય જ રાજ્યમાતાનો દરજ્જો જાહેર કરવાથી શું ફેરફાર થશે?
ગાયને રાજ્યમાતા જાહેર કરવાથી કેટલાક ફેરફારો થઈ શકે છે, જેમાં ગાયોને બળજબરીથી ગર્ભવતી બનાવવી અથવા કૃત્રિમ બીજદાન કરવું ગેરકાયદેસર હોઈ શકે છે. અકુદરતી રીતે ગાયોનું દૂધ ઉત્પાદન વધારવું ગેરકાયદેસર હોઈ શકે છે. દૂધ ન આપતી ગાયોને કતલખાનામાં વેચનારાઓને કડકમાં કડક સજા થઈ શકે છે. ગાયોની સુરક્ષા માટે કડક કાયદો બનાવી શકાય છે. ગાયોને કતલખાને જતા અટકાવી શકાય છે. ગાયો પર અત્યાચાર અને ગૌહિંસા રોકવા કડક પગલાં લેવા સહિતની બાબતો સામેલ છે.