Get The App

જાણો કયા કયા VVIP અને VIP લોકોની કાર પર નથી લાગતી નંબર પ્લેટ

Updated: Dec 25th, 2018


Google NewsGoogle News
જાણો કયા કયા VVIP અને  VIP લોકોની કાર પર નથી લાગતી નંબર પ્લેટ 1 - image


દિલ્હી, 25 ડિસેમ્બર 2018, મંગળવાર

આપણા દેશમાં ફરતી દરેક કાર પર આગળ અને પાછળ નંબર પ્લેટ હોય છે. નંબર પ્લેટ વિનાની કાર ચલાવવાથી પોલીસ તમને પકડી શકે છે અને તમારે દંડ પણ દંડ પણ ભરવો પડી શકે છે. પરંતુ શું તમે એવી કાર વિશે જાણો છો જેમાં નંબર પ્લેટ લાગતી નથી? ન જાણતા હોય તો આજે જાણી લો કે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ સહિત કેટલાક વીવીઆઈપી લોકોની કાર પર નંબર પ્લેટ લાગતી નથી. 

વિદેશ મંત્રાલય અનુસાર તેમની પાસે એવી 14 કાર છે જેના પર નંબર પ્લેટ લાગતી નથી. શું તમે વિચાર્યું છે કે આવું શા માટે હોય છે ? વીવીઆઈપી વ્યક્તિઓની કારમાં નંબર પ્લેટ ન લગાડવાના કેટલાક કારણો છે. 

કોઈપણ કારને દેશમાં ચલાવવાની મંજૂરી આપવા માટે સરકાર તરફથી તેને નંબર આપવામાં આવે છે. તેને આરસી કહેવામાં આવે છે. આ રજીસ્ટ્રેશનના નંબરને ગાડીનો નંબર પણ કહેવાય છે. આ નંબર દિલ્હીમાં DL, ચંદીગઢમાં CH, યૂપી અને ઉત્તરાખંડમાં UK, રાજસ્થાનમાં RJ, ગુજરાતમાં GR જેવા અક્ષરોથી શરૂ થાય છે. ગાડીનો આ નંબર 15 વર્ષ માટે હોય છે. ત્યાર પછી આ નંબરની અવધિ પૂર્ણ થઈ જાય છે. જો કે આ નંબરને કારની સ્થિતી જાણી અને રીન્યૂ કરી શકાય છે. 

VVIP કાર પર નથી હોતી નંબર પ્લેટ

ભારતમાં કેટલીક કાર પર નંબર પ્લેટ રાખવામાં નથી આવતી. દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલ અને અન્ય વીવીઆઈપીની કાર પર નંબર પ્લેટ નથી હોતી. આ ઉપરાંત વિદેશ મંત્રાલય પાસે પણ કેટલીક કાર હોય છે જેને રજીસ્ટ્રેશન નંબર વિના ચલાવવામાં આવે છે. આ કારનો ઉપયોગ દેશમાં આવતા વિદેશી મહેમાનોને લાવવા માટે કરવામાં આવે છે. જો કે ભારતમાં વીવીઆઈપી કલ્ચરને દૂર કરવા માટે કાર પર લગાવાતી લાલ લાઈટના નિયમને નાબૂદ કરવામાં આવ્યો છે. 

જો કે દેશના ટોચના નેતાઓની કાર પર નંબર પ્લેટ ન રાખવાનું કારણ તેમની સુરક્ષાને દર્શાવામાં આવે છે. આવા વીવીઆઈપી લોકોની કાર પર નંબર પ્લેટની જગ્યાએ અશોક સ્તંભ જોવા મળે છે. જો કે હવે આ કલ્ચરને પણ દૂર કરી અને તમામ કાર પર નંબર પ્લેટ લગાવવાની વિચારણા સરકાર કરી રહી છે તેવી ચર્ચાઓ છે. 



Google NewsGoogle News