પ.બંગાળમાં નવો વિવાદ! 83 જાતિને OBCમાં સામેલ કરવા મમતા સરકારની માગ NCBCએ ફગાવી

NCBCએ આ મામલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારી કરી

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
પ.બંગાળમાં નવો વિવાદ! 83 જાતિને OBCમાં સામેલ કરવા મમતા સરકારની માગ NCBCએ ફગાવી 1 - image


Mamata banerjee and OBC News | પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC) એ OBCની કેન્દ્રીય યાદીમાં 83 જાતિઓનો સમાવેશ કરવાની રાજ્યની ભલામણ સામે ગંભીર વાંધો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં આયોગે રાજ્યની યાદીમાં કેટલાક સમુદાયોના સમાવેશ સામે પણ વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે.

83 જાતિમાં 73 તો મુસ્લિમ સમુદાયની જાતિઓ  

અહેવાલ મુજબ મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય OBC યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે. હવે NCBCએ આનો સખત વિરોધ કર્યો છે. પછાત વર્ગ આયોગનું કહેવું છે કે રાજ્ય સરકારે આ જાતિઓની સામાજિક અને શૈક્ષણિક પછાત હોવા પર નવો ડેટા રજૂ કર્યો નથી.

NCBCના અધ્યક્ષ શું બોલ્યાં? 

NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિરે કહ્યું, આ મામલો છ મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. અમે મુખ્ય સચિવને ચાર વખત સમન્સ પાઠવ્યા હતા. તેમ છતાં અધિકારીઓ ન તો હાજર થયા છે અને ન તો સરકારે તેની ભલામણને સમર્થન આપવા માટે કોઈ ડેટા આપ્યો છે. છેવટે અમારે આ પ્રસ્તાવને નકારી કાઢવાની ફરજ પડી. તમને જણાવી દઈએ કે હાલમાં પશ્ચિમ બંગાળની 98 જાતિઓ કેન્દ્રીય OBC યાદીમાં સામેલ છે. રાજ્યએ વધુ 87 જાતિઓનો સમાવેશ કરવાની ભલામણ કરી છે, જેમાં 83 જાતિઓનો નવેસરથી સમાવેશ અને 4 જાતિના નામમાં સુધારાનો સમાવેશ થાય છે. આ અંગે આહિરે જણાવ્યું હતું કે, "નામાકરણમાં સુધારો સ્વીકારવામાં આવશે. પરંતુ OBCમાં 83 જાતિઓનો સમાવેશ સ્વીકાર્ય નથી કારણ કે રાજ્ય સરકારે તેને સંબંધિત ડેટા આપ્યો નથી. 

પ.બંગાળમાં નવો વિવાદ! 83 જાતિને OBCમાં સામેલ કરવા મમતા સરકારની માગ NCBCએ ફગાવી 2 - image


Google NewsGoogle News