શું પાલતુ જાનવરનું નામ રવિન્દ્રનાથ ટાગોર રાખી શકાય?, સિંહણનું નામ 'સીતા' રાખવા બદલ કોર્ટની ઝાટકણી
બંગાળમાં બે સિંહોના નામ અકબર અને સીતા રાખવાના વિવાદમાં હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે
આ આસ્થાનો વિષય હોવાથી કોર્ટે બંગાળ સરકારને તેમના નામ બદલવા કહ્યું છે
'Why name lions Akbar, Sita?',HC: પશ્ચિમ બંગાળના સફારી પાર્કમાં સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા રાખવાના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદે સિંહણ સીતાના નામ પર વાંધો ઉઠાવતા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેની ગુરુવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ બંગાળ સરકારને બંને સિંહોના નામ બદલવાનો આદેશ આપ્યો હતો. જજે કહ્યું કે દેશનો બહુમતી સમાજ માતા સીતાની પૂજા કરે છે. આ સિવાય અકબર એક સક્ષમ, સફળ અને બિનસાંપ્રદાયિક મુઘલ શાસક હતા. જેથી વિવાદનો અંત લાવી શકાય.
પ્રાણીઓના નામ હિન્દુ દેવતાના નામ પર રાખવા કેટલા યોગ્ય!
જ્યારે બંગાળ સરકારે કહ્યું કે સિંહોના નામનો નિર્ણય ત્રિપુરા સરકારનો હતો. બંગાળ સરકારના વકીલોએ કહ્યું કે આ સિંહોના નામ ત્રિપુરામાં રાખવામાં આવ્યા બાદ સિંહોને સિલીગુડીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું કે ભલે નામ ત્રિપુરામાં રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેને બદલવા જોઈએ. જજે બંગાળ સરકારના વકીલને પૂછ્યું, 'શું તમે તમારા પાલતુ પ્રાણીનું નામ હિન્દુ દેવતાના નામ પર રાખશો કે મુસ્લિમ પયગંબરના નામ પર રાખશો? મને લાગે છે કે જો આપણી પાસે આવા અધિકાર હોય તો આપણામાંથી કોઈ પણ આપણા પાલતુ પ્રાણીનું નામ અકબર કે સીતા નહિ રાખીએ. શું કોઈ તેના પ્રાણીનું નામ રવિન્દ્રનાથ ટાગોર રાખી શકે છે?'
વિશ્વ હિન્દુ પરિષદે દાખલ કરી અરજી
જજે કહ્યું, 'દેશનો બહુમતી સમાજ દેવી સીતાની પૂજા કરે છે. હું પણ સિંહનું નામ અકબર રાખવાના પક્ષમાં નથી. તે એક સક્ષમ શાસક હતો. તમે તે સિંહોને બિજલી અથવા એવું કંઈક નામ આપી શકો છો. પણ એમનું નામ સીતા અને અકબર જ કેમ રાખવું છે? વિશ્વ હિન્દુ પરિષદે આ મામલે અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે આવા નામકરણથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ ઉપરાંત આવા નામકરણથી ધર્મના અધિકારનું પણ હનન થાય છે. VHPએ કોર્ટ પાસે માંગ કરી છે કે સિંહણનું નામ બદલીને સીતાની જગ્યાએ કંઈક બીજું કરવામાં આવે.
સિંહોના તાત્કાલિક નામ બદલવાનો આદેશ
બુધવારે કોર્ટે બંગાળ સરકારને પૂછ્યું હતું કે આ સિંહોનું નામકરણ ક્યારે અને કોણે કર્યું છે? તેના પર બંગાળ સરકારના વકીલે કહ્યું કે આ નામકરણ બંગાળ રાજ્યમાં નહીં પરંતુ ત્રિપુરામાં થયું છે અને ત્યાંથી તેમને અહીં લાવવામાં આવ્યા છે. ત્યાર્વાદ સુનાવણીમાં કોર્ટે બંગાળ સરકારને બંને સિંહોના નામ બદલવા માટે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.