Get The App

મણિપુર બાદ પૂર્વોત્તરના વધુ એક રાજ્યમાં ભડકો, સરકારના નિર્ણય સામે લોકોનો સજ્જડ વિરોધ

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
modify-ilp-rules in nagaland


Nagaland News: મણિપુર પછી હવે નાગાલેન્ડમાં પણ અશાંતિ સર્જાઇ છે. લોકો સરકારના નવા નિયમોનો વિરોધ કરી રહ્યાં છે. નાગાલેન્ડ કેબિનેટ દ્વારા તાજેતરમાં જ બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873 (બીઆરએફઆર એક્ટ) હેઠળ ત્રણ જિલ્લાઓ દીમાપુર, ચુમોકેદિમા અને નિઉલેન્ડ જિલ્લાઓમાં બે અલગ અલગ કટ ઓફ વર્ષોની સાથે ઈનર લાઇન પરમિટ (આઇએલએપી) વ્યવસ્થા લાગુ કરવાના નિર્ણય અંગે સ્થાનિક રહેવાસી નારાજ છે.

ઈનર લાઇન પરમિટને અમલમાં મૂકવાના નિર્ણયથી લોકો નારાજ

બીઆરએફઆર એક્ટ જે 1873થી નાગા હિલ્સ (વર્તમાન નાગાલેન્ડ)માં અમલમાં છે, જે હેઠળ કોઇ પણ ભારતીય અને વિદેશી વ્યકિતને જે નાગાલેન્ડનો મૂળ નિવાસી નથી તેને મર્યાદિત સમય માટે નાગાલેન્ડમાં આવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પરમિટ જરૂરી છે.

નાગાલેન્ડ ઉપરાંત આઇએલપી વ્યવસ્થા પૂર્વોત્તર ભારતના મણિપુર, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં અમલમાં છે. નાગાલેન્ડના નવા કેબિનેટ નિર્ણયમાં દીમાપુર જિલ્લા માટે નિવાસીઓની ત્રણ શ્રેણી નિર્ધારિત કરવામાં આવી છે.

આઇએલપી માટે ત્રણ શ્રેણીઓ નિર્ધારિત

જેમાંથી પ્રથમ બે શ્રેણીઓ માટે આઇએલપી જરૂર રહેશે નહીં. પ્રથમ શ્રેણીમાં જે વ્યકિત એક ડિસેમ્બર, 1963ના રોજ નાગાલેન્ડ રાજ્યની રચના પહેલા દીમાપુરમાં વસે છે. રાજ્ય સરકાર તે નાગરિકોને સ્માર્ટ કાર્ડ અને સ્થાયી નિવાસ પ્રમાણ પત્ર (પીઆરસી) અને ડોમિસાઇલ પ્રમાણ પત્ર (ડીસી) પ્રાપ્ત કરવાનું વિકલ્પ પ્રદાન કરશે.

આ પણ વાંચો: PM મોદીનું જુઠ્ઠાણું! OBC અનામત અંગેના 'ગપ્પા' ની સોશિયલ મીડિયા પર ભારે મજાક ઊડી

બીજી શ્રેણી એ વ્યક્તિઓ માટે છે જે 1 ડિસેમ્બર, 1963થી 21 નવેમ્બર, 1979ની વચ્ચે દીમાપુરમાં આવીને વસ્યા હતાં. તેમને પણ ડીસી પ્રાપ્ત કરવાની સાથે પીઆરસી પ્રદાન કરવામાં આવશે.

ત્રીજી શ્રેણીમાં એ વ્યકિત સામેલ થશે જે 22 નવેમ્બર, 1979 કે તેના પછી દીમાપુરમાં આવીને વસ્યા છે તેમને આઇએલપીની જરૂર પડશે.

ઈનર લાઇન પરમિટ શું છે?

ઇનર લાઇન પરમિટ (ILP) એક સત્તાવાર પ્રવાસ દસ્તાવેજ છે. તે સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. આ દસ્તાવેજ ભારતીય નાગરિકોને મર્યાદિત સમય માટે સુરક્ષિત વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. 

મણિપુર બાદ પૂર્વોત્તરના વધુ એક રાજ્યમાં ભડકો, સરકારના નિર્ણય સામે લોકોનો સજ્જડ વિરોધ 2 - image


Google NewsGoogle News