શા માટે ભગવાન રામે જટાયુના અંતિમ સંસ્કાર કર્યાં હતા, વાંચો રસપ્રદ કહાની
Image Source: Wikipedia
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2024 બુધવાર
રામ સિયા રામ... ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય અયોધ્યામાં પૂરુ થઈ ચૂક્યુ છે અને દરરોજ રામ કથા સંબંધિત રોચક કિસ્સા અને કહાનીઓ પર ચર્ચા થઈ રહી છે.
જટાયુની કથા
કપટી મૃગ રુપી મારીચનો વધ કર્યા બાદ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ પોતાની ઝૂંપડીમાં આવે છે અને ત્યાં માતા સીતાને ન જોઈને દુ:ખી થઈ જાય છે. જે બાદ તેઓ જાનકીજીની શોધ વન અને નદી વગેરેના કિનારે કરે છે પરંતુ તેમને સીતાજી ક્યાંય મળતા નથી.
સીતાજીને શોધતા ભગવાન શ્રીરામ વનના અંદરના વિસ્તારમાં જાય છે અને ત્યાં તેઓ ગિદ્ધરાજ જટાયુને મૃત અવસ્થામાં જોવે છે અને દુ:ખી થઈ જાય છે, આ જોઈને લક્ષ્મણ સહિત શ્રીરામ વિલાપ કરે છે.
ગિદ્ધરાજ જટાયુને જોઈને ભગવાન શ્રીરામે તેમને પોતાના ખોળામાં ઉઠાવી લીધા અને તેમને ઈજાગ્રસ્ત થવાનું કારણ પૂછ્યુ. જે બાદ જટાયુ ભગવાન શ્રીરામને માતા સીતાના અપહરણના સમાચાર આપે છે અને કહે છે કે રામ જાનકીજીને લંકાપતિ રાવણ ઉઠાવીને લઈ ગયો છે અને જ્યારે મે સીતાજીને મુક્ત કરાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે પોતાની તલવારથી મારી પાંખ કાપી નાખી.
જટાયુના મૃત્યુ બાદ ભગવાન શ્રીરામની આંખોમાં આંસુ આવી ગયા અને શ્રીરામે પિતા સમાન ગિદ્ધરાજ જટાયુના અંતિમ સંસ્કાર કર્યા અને તમામ જરૂરી પિતૃકર્મ પૂરા કર્યા.