હરિયાણામાં મતદાનના 48 કલાક પહેલા કોંગ્રેસમાં હલચલ તેજ, નારાજ નેતાની સોનિયા ગાંધી સાથે મીટિંગ
Kumari Selja Meets Sonia Gandhi : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતદાનના બે દિવસ પહેલા જ રાજ્યના નેતા અને સાંસદ કુમારી સેલજાએ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. કુમારી સેલજાની સોનિયા ગાંધી સાથેની અચાનક મુલાકાત બાદ હરિયાણા કોંગ્રેસમાં રાજકીય હલચલ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં કોંગ્રેસને મોટી સફળતા મળી છે, જ્યારે પૂર્વ સાંસદ અશોક તંવર ભાજપ છોડીને પોતાની જૂની પાર્ટી કોંગ્રેસમાં પરત ફર્યા છે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરો થઈ ગયો છે અને હવે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. જેમાં રાજ્યની 90 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 8 ઓક્ટોબરે થશે. કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે તે આ વખતે હરિયાણામાં સરકાર બનાવશે.
કોંગ્રેસે વિજય સંકલ્પ યાત્રા નીકાળી
હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં પૂર જોશથી તાકાત લગાવવા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ અંતિમ દિવસોમાં હરિયાણામાં વિજય સંકલ્પ યાત્રા નીકાળી હતી. બીજી તરફ, ભાજપ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશનના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત ઘણા મોટા નેતાઓને પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા.
સેલજાની નારાજગી ભાજપનો મુદ્દો બન્યો
કુમારી સેલજા થોડા દિવસથી ચૂંટણી પ્રચારમાં ન આવતા હરિયાણા કોંગ્રેસમાં ખળબળાટ જોવા મળ્યો. એવું કહેવામાં આવે છે કે, કુમારી સેલજા ટિકિટ વિતરણને લઈને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના સર્થકોને યોગ્ય ધ્યાન આપવામાં ન આવતા નારાજગી છે. બીજી તરફ, સેલજા ચૂંટણી પ્રચારમાં ન જતા ભાજપે તેને મુદ્દો બનાવ્યો. વિધાનસભા ચૂંટણી સમયે સેલજા જેવા વરિષ્ઠ નેતા નારાજ હોવાને લઈને કોંગ્રેસે તેની ગંભીરતા સમજી. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સહિત રાહુલ ગાંધીએ પણ સેલજાની મુલાકાત લીધી હતી. આ પછી સેલજાએ ચૂંટણી પ્રચાર કર્યો.
સોનિયા ગાંધી સાથે થયેલી કુમારી સેલજાની મુલાકાત મહત્ત્વની માનવામાં આવે છે. જેમાં અડધો કલાક સુધી સોનિયા અને સેલજાની વાચો ચાલી. આ પછી સેલજાએ મીડિયા સાથે કોઈ પ્રકારે વાત કર્યો વગર નીકળી ગઈ હતી.
સેલજાને મુખ્યમંત્રી બનવાની ઈચ્છા
કુમારી સેલજાએ ખુલીને હરિયાણાના મુખ્યમંત્રી બનવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે વિધાનસભાની ચૂંટણી પણ લડવા માંગતી હતી, પરંતુ પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાંથી કોઈ સાંસદને ઉભા રાખ્યા ન હતા. મળતી માહિતી પ્રમાણે, સેલજાએ હરિયાણામાં દલિત સમુદાયમાંથી મુખ્યમંત્રી બનવાની વાત પણ કરી હતી. સેલજા આ વખતે લોકસભાની ચૂંટણીમાં સિરસા બેઠક પરથી જીતી છે, આ પહેલા તે અંબાલાથી સાંસદ રહેવાની સાથે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની સરકારમાં મંત્રી રહ્યાં છે. તે હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહેવાની સાથે રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યાં છે.
અશોક તંવર લાંબા સમયથી કોંગ્રેસમાં છે, પરંતુ વર્ષ 2019માં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાથી અસંતોષ થતાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. અશોક તંવર અને કુમારી સેલજા બંને દલિત સમુદાયમાંથી આવે છે. જો કોંગ્રેસ હરિયાણામાં સરકાર બનાવવામાં સફળ થાય છે, તો ચોક્કસપણે મુખ્યમંત્રીના ચહેરાને લઈને લડાઈ જોવા મળશે. પરંતુ મતદાન પહેલા કુમારી સેલજાની સોનિયા ગાંધી સાથેની મુલાકાતને લઈને હરિયાણામાં તમામ પ્રકારની રાજકીય અસરો જોવા મળી રહી છે.