Get The App

કાવડ યાત્રામાં નેમ પ્લેટનો વિવાદ વકર્યો, જમિયત ઉલેમા એ હિન્દ થયું એક્ટિવ, સરકારને કોર્ટમાં પડકારશે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Maulana Mahmood Asad Madani And Uttar Pradesh CM Yogi Adityanath


Kanwar Yatra Nameplate Controversy : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh CM Yogi Adityanath) કાવડ યાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકનું નામ લખવાના આદેશનો ચારેકોરથી વિવાદ થઈ રહ્યો છે. માત્ર વિપક્ષો જ નહીં, ભાજપના આગેવાની હેઠળના NDAના સાથી પક્ષો પણ તેમના નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. હવે આ મુદ્દે જમિયત ઉલેમા એ હિન્દે પણ રોષ વ્યક્ત કરી નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટમાં જવાની વાત કહી છે. 

જમિયત ઉલેમા એ હિન્દે બેઠક યોજાઈ

જમિયત ઉલેમા એ હિન્દે કહ્યું કે, યોગી સરકારના આદેશને કોર્ટમાં પડકારવામાં આવશે, કારણ કે ધર્મની આડમાં નફરતનું રાજકારણ રમવાનું આવી રહ્યું છે. જમિયત ઉલેમા એ હિન્દે આ મુદ્દે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં કહેવાયું છે કે, અમારી કાયકાદીય ટીમ કાવડયાત્રાના માર્ગ પર નેમપ્લેટ લગાવવાના આદેશના કાયદાકીય પાસાં પર વિચાર કરવામાં લાગી છે.

‘રામદેવને ઓળખ આપવામાં વાંધો નથી, તો રહેમાનને કેમ હોવી જોઈએ’, નેમપ્લેટ વિવાદમાં રામદેવની એન્ટ્રી

‘મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે’

મુખ્ય મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા એ હિન્દે ઉત્તરપ્રદેશની કાવડયાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકનું નામ લખવાના આદેશ અંગે રોષ વ્યક્ત કર્યો છે. જમિયતે એમ પણ કહ્યું કે, આ આદેશ ‘ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક’ છે. આવા નિર્ણયોથી બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

આ આદેશ ભેદભારપૂર્ણ અને સાંપ્રદાયિક : જમિયત પ્રમુખ

જમિયત પ્રમુખ મૌલાના અરશદ મદની (Ulama-i-Hind President Maulana Mahmood Asad Madani)એ કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અપાયેલો આદેશ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક છે. આવા નિર્ણયોના કારણે દેશ વિરોધી તત્વોને લાભ ઉઠાવવાની તક મળશે અને આ આદેશના કારણે સાંપ્રદાયિક સૌહાર્દને ગંભીર અસર પડવાની સંભાવના છે. દેશના બંધારણ મુજબ તમામ નાગરિકોને આઝાદી અપાઈ છે કે, તેઓ જે ઈચ્છે તે પહેરે અને જે ઈચ્છે તે ખાય... તેમની વ્યક્તિગત પસંદગીમાં કોઈપણ અડચણો ઉભી નહીં થાય, કારણ કે આ નાગરિકોના મૌલિક અધિકારનો વિષય છે. ઉત્તર પ્રદેશની કાવડયાત્રા અંગેનો આદેશ મૌલિક અધિકારીનું ઉલ્લંઘન કરનારો છે.’

યુપીની જેમ હવે 'મહાકાલ નગરી' માં પણ લારી-ગલ્લા-દુકાનદારોને નેમ પ્લેટ લગાવવા મેયરનું ફરમાન

ઉત્તરાખંડમાં પણ ઉત્તર પ્રદેશ જેવો નિર્ણય, મધ્યપ્રદેશમાં માંગ

ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર જિલ્લામાં 240 કિમીના કાવડયાત્રાના માર્ગ પરની તમામ હોટલ, ઢાબા અને સ્ટોલો પર માલિકોના અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવાનો રાજ્યભરમાં આદેશ જારી કર્યા બાદ હવે ઉત્તરાખંડ સરકારે (Uttarakhand Government) પણ આવો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ની ઈન્દોર-2 વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલાએ આ સંબંધમાં મુખ્યમંત્રી મોહન યાદવ (Mohan Yadav)ને પત્ર લખીને વિનંતી કરી છે કે, રાજ્યના તમામ દુકાનદારોને તેમની દુકાનોની બહાર દુકાન માલિકોના નામ દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવે.


Google NewsGoogle News