Get The App

21 જૂને જ યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ યોગ દિવસ 2024ની થીમ શું છે?

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
yoga


Why is Yoga Day celebrated on 21 June? ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે. તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન આપ્યું છે. તેમજ લોકોને જાગૃત કરવા અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં વડાપ્રધાન મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રાખીને યોગ દિવસ ઉજવવાની શરુઆત કરી હતી. પરતું એક પ્રશ્ન થાય કે શા માટે 21 જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે?

શા માટે 21 જૂને જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે?

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. 21 જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ માનવામાં આવે છે. જેને ગ્રીષ્મ અયન પણ કહેવામાં આવે છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. 21 જૂન બાદ સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે. આથી આ દિવસને યોગ સાધના માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ જ કારણથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે. 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની થીમ

દર વર્ષે યોગ દિવસે એક ખાસ થીમને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસની થીમમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 'મહિલા સશક્તિકરણ માટે યોગ' પસંદ કરવામાં આવી છે. 

યોગ દિવસનો ઇતિહાસ

27 સપ્ટેમ્બર 2014 ના રોજ પ્રથમ વખત, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક ભાષણમાં વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસતાવ મૂક્યો હતો. જેનો 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ દર પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015 માં ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર વિશ્વના લાખો લોકોએ એકસાથે યોગાભ્યાસ કર્યો હતો.

21 જૂને જ યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ યોગ દિવસ 2024ની થીમ શું છે? 2 - image


Google NewsGoogle News