26 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે વીર બાલ દિવસ, મુઘલોના અત્યાચાર સાથે જોડાયેલો છે ઇતિહાસ
Veer Bal Diwas 2024: ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુ ગોવિંદ સિંહજીના ચાર પુત્રો, ખાસ કરીને નાના સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની બહાદુરી અને બલિદાનને સમર્પિત છે. આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જ્યારે શહીદ થયા ત્યારે જોરાવરની ઉંમર માત્ર 9 વર્ષની હતી અને ફતેહની ઉંમર માત્ર 6 વર્ષની હતી.
26 ડિસેમ્બર 1705ના રોજ ગુરુ ગોવિંદ સિંહના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહ શહીદ થયા હતા.
PM મોદીએ કરી હતી જાહેરાત
2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની યાદમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવશે. આ જાહેરાત 9 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ પર કરવામાં આવી હતી.
દસમા શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંહને ચાર પુત્રો હતા. અજીત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ. 1699માં તેમણે પોતાના પુત્રો સાથે મળીને ખાલસા પંથની સ્થાપના કરી હતી. 1705 સુધીમાં પંજાબ મુઘલ શાસન હેઠળ હતું, અને તેણે ગુરુ ગોવિંદ સિંહને પકડવાનો પ્રયાસ કર્યો હતો.
વિશ્વાસુ સેવકના વિશ્વાસઘાતને કારણે પકડાયા
જોરાવર સિંહ અને ફતેહ સિંહને સરહિંદના મુઘલ ગવર્નર વઝીર ખાને પકડી લીધા હતા. તેમને ઈસ્લામ અપનાવવા પર સુરક્ષા આપવાની ઑફર કરી હતી, પરંતુ તેમણે પોતાનો ધર્મ છોડવાનો ઇન્કાર કરી દીધો હતો. પોતાના વિશ્વાસ પર અડગ રહેવાના કારણે તેમને આખરે ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુરુ ગોવિંદ સિંહજીના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમના એક વિશ્વાસુ સેવક ગંગુના વિશ્વાસઘાતને કારણે તેમને પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક આવ્યો, જૈશ એ મોહમ્મદનો સ્થાપક પાક.માં એડમિટ
1699માં ખાલસા પંથની સ્થાપના
1699માં ગુરુ ગોવિંદ સિંહે ખાલસા પંથની સ્થાપના કરી. બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ મુઘલો સામેની લડાઈમાં શહીદ થઈ ચૂક્યા હતા. નવાબ વઝીર ખાને માતા અને તેના યુવાન પુત્રોને ભયંકર ત્રાસ આપ્યો. ધર્મ પરિવર્તન માટે દબાણ કરવા છતાં તેઓ પોતાના ધર્મ પર અડગ રહ્યા હતા.