ભારતનું આ ગામ કેમ મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે ? કારણ જાણીને ચોંકી જશો

ગામના ઇન્ટરનેટ કાફે અને રેસ્ટોરન્ટના મેનુ પેજ પર હિબુ્ ભાષા ચાલે છે

પોતાના દેશમાં સૈન્ય તાલીમ લીધા પછી અનેક યુવાનો અહીં રોકાવા આવે છે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ભારતનું આ ગામ કેમ મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે ? કારણ જાણીને ચોંકી જશો 1 - image


મનાલી,16 ઓકટોબર,2023,સોમવાર 

હિમાચલપ્રદેશના મનાલી પાસેના કસોલ ગામમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓ આવતા હોવાથી આ ગામ મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે.ગામમાં નમસ્કારના સ્થાને શલોમ કહેતા ઇઝરાયેલીઓ નજરે પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કસોલમાં કોઇ પણ સમયે ૧ હજારથી વધુ ઇઝરાયેલીઓ હોય છે.ગામના ઇન્ટરનેટ કાફે અને રેસ્ટોરન્ટના મેનુ પેજ હિબુ્ ભાષા ચાલે છે. કસોલી ગામના સ્થાનિક લોકોને ઇઝરાયેલીઓની અસર હેઠળ ઇઝરાયેલી ફૂડ હમ્મસ અને પિટા બ્રેડ આરોગે છે.

આ ગામમાં લાકડાનું એક યહુદી સાંસ્કૃતિક સ્થળ તૈયાર કર્યું છે. સૌથી નવાઇની વાત તો એ છે કસોલમાં ભારતીય પુરુષોના પ્રવેશવા પર પ્રતિબંધ છે. જો કોઇ ભૂલથી આવી જાયતો પણ ગામમાં રોકાવા માટે મકાન મળતું નથી. પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કલ્ચર ભેદના લીધે ઘણી વાર સમસ્યા ઉભી થાય છે. આ ઉપરાંત ઇઝરાયેલની યુવતીઓની છેડતીના બનાવો પણ બન્યા હતા.જો કે વિશાળ પર્યટન સ્થળો ધરાવતા ભારતમાં ઇઝરાયેલીઓ કસોલ જ શા માટે આવે છે તે અંગે અનેક પ્રકારની માન્યતા છે.

ભારતનું આ ગામ કેમ મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે ? કારણ જાણીને ચોંકી જશો 2 - image

એક માહિતી મુજબ બે થી અઢી દાયકા પહેલા મનાલીમાં સ્થાનિક પર્યટકોની સંખ્યા વધવાથી ઇઝરાયેલીઓએ કસોલ જેવી એકાંત જગ્યા શોધી હતી.પાર્વતી નદી પાસે આવેલું કસોલ કુદરતી સુંદરતા ધરાવતું રમણીય સ્થળ છે. શરુઆતમાં ઇઝરાયેલીઓ કસોલ ગામમાં આવ્યા ત્યારે ગેસ્ટ હાઉસ અને કેફે ચલાવવા માટે સ્થાનિક લોકો પાસે ભાડાની જગ્યા લીધી હતી.

આ વિસ્તારની રેસ્ટોરન્ટ પર ઇઝરાયેલના ઝંડા ફરકતા જોવા મળે છે. પોતાના દેશમાં સૈન્ય તાલીમ અને સેવા આપ્યા પછી અનેક યુવાનો કસોલ આવે છે. મનાલીથી કસોલ જતા તંબુઓની હારમાળા શરુ થઇ જાય છે. બહાર ચાલતી મ્યૂઝિકમાં તેલઅવિવની છાંટ દેખાઇ આવે છે.ઇઝરાયલના પ્રવાસીઓથી ધમધમતા આ સ્થળના કારણે અનેક સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. 


Google NewsGoogle News