Indian Railways: શા માટે આ ટ્રેનને 'ફ્લાઈંગ રાની એક્સપ્રેસ' કહેવામાં આવે છે? જાણો તેનો રસપ્રદ ઈતિહાસ
Image Source: Wikipedia
નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2023 મંગળવાર
ભારતીય રેલવેએ દેશની પહેલી ડબલ-ડેકર કોચ ટ્રેન, ફ્લાઈંગ રાની ને નવા લિંકે હોફમેન બુશ (એલએચબી) રેકથી બદલી દીધી છે. આ નવી રેલવે સેવામાં પારંપરિક રેકની તુલનામાં આરામ, સુવિધા અને સુરક્ષાના મામલે ઘણા સુધારા થયા છે. ફ્લાઈંગ રાની નામની પાછળ એક રોચક કહાની પણ છે. આ ટ્રેન પશ્ચિમ રેલવેની રાનીના નામથી પણ પ્રસિદ્ધ થઈ. આ ઉચ્ચ માન્યતા પ્રાપ્ત ટ્રેન હવે મુંબઈથી સુરત વચ્ચે લોકોની જરૂરિયાતોને પૂરુ કરવાનું કામ કરી રહી છે. આના શરૂ થયા પહેલા બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનમાં બુલસર (જેને હવે વલસાડ કહેવાય છે) ના તત્કાલીન જિલ્લા અધિક્ષકની પત્નીએ આ ટ્રેનનું નામ ફ્લાઈંગ રાની રાખ્યુ હતુ.
ફ્લાઈંગ રાની એક્સપ્રેસે પહેલી વખત 1906માં પોતાની સેવા શરૂ કરી હતી. જોકે, વચ્ચે આને બંધ કરી દેવાઈ અને 1950થી તેને ફરીથી શરૂ કરાઈ. દેશની આઝાદી બાદ બીબી એન્ડ સીઆઈ રેલવેના તત્કાલીન જનરલ મેનેજર (જીએમ) કેપી મુશરાને જુલાઈ 1950માં જનતાને આશ્વાસન આપ્યુ કે ટ્રેન પાછી સેવામાં આવી જશે. ફ્લાઈંગ રાની એક્સપ્રેસે 01 નવેમ્બર 1950એ સુરત રેલવે સ્ટેશનથી આઠ કોચ સાથે લગભગ 600 મુસાફરોને લઈને પોતાની પહેલી યાત્રા શરૂ કરી હતી. આમાં શાકાહારીઓ અને માંસાહારીઓ માટે ડાઈનિંગ કાર સાથે દ્વિતીય અને તૃતીય શ્રેણીની સુવિધા હતી.
પહેલા ટ્રેન ક્યાં-ક્યાં રોકાતી હતી
આ પહેલી વખત છે કે નેશનલ ટ્રાન્સપોર્ટરે થર્ડ ક્લાસના મુસાફરો માટે રિઝર્વેશન ફેસિલિટી શરૂ કરી. 1950 ના દાયકામાં 1930ના દાયકાની જેમ ફ્લાઈંગ રાની એક્સપ્રેસ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં ચાલતી હતી. મર્યાદિત સ્ટોપેજ પોઈન્ટ સાથે બંને શહેરોની વચ્ચે આ સૌથી ઝડપી ટ્રેન હતી. યાત્રા દરમિયાન ટ્રેન બોરીવલી, પાલઘર, દહાણુ, દમણ, ઉદવાડા, વલસાડ, બિલિમોરા અને નવસારીમાં રોકાઈ. બાદના વર્ષોમાં રેલવેએ પોતાના સ્ટોપને સુધાર્યા અને મુસાફરો માટે તમામ મહત્વપૂર્ણ સમુદ્ર કિનારાના રિસોર્ટ જેમ કે ઢોલવડ, ઉમરગામ રોડ અને સંજાણ પર સ્ટોપ બનાવ્યા.
રાની એક્સપ્રેસમાં થયા ઘણા પરિવર્તન
ફ્લાઈંગ રાની એક્સપ્રેસે 1965માં વધુ એક મિશાલ ઊભી કરી. આ દેશમાં સૌથી ઝડપી મધ્યમ અંતરની ટ્રેન બની ગઈ. ટ્રેનનો રંગ પણ બદલાઈ ગયો અને તેને ઝોનલ રેલવેના વાદળી રંગનો એક અલગ આછો અને ઘાટો કોટ આપવામાં આવ્યો. જોકે, 1976માં ટ્રેનને ફરીથી પેઈન્ટ કરવામાં આવી અને તેને આછા અને ઘાટા લીલા રંગનો શેડ આપવામાં આવ્યો. આને જૂન 1977થી ઈલેક્ટ્રિક ટ્રેક્શન પર પોતાનું સંચાલન શરૂ કર્યુ. ફ્લાઈંગ રાની એક્સપ્રેસ 18 ડિસેમ્બર, 1979એ ડબલ-ડેકર કોચ સાથે જોડાયેલી પહેલી ટ્રેન બની ગઈ. ટ્રેનમાં 10 દ્વિતીય શ્રેણી ડબલ-ડેકર કોચ હતા. જેમાંથી પ્રત્યેક કોચની ક્ષમતા 148 મુસાફરોની હતી.
અત્યારે ફ્લાઈંગ રાની એક્સપ્રેસનો ટાઈમ શું છે
અત્યારે એક સદી જૂની ટ્રેન દરરોજ સવારે 5.10 વાગે સુરતથી રવાના થાય છે અને 09.50 વાગે મુંબઈ પહોંચે છે. પોતાની વાપસી યાત્રામાં ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 17.55 વાગે પ્રસ્થાન કરે છે અને 22.35 વાગે મૂળ સ્થળે પહોંચે છે.