કાશ્મીરની ‘Z મોડ ટનલ’ દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની, પ્રવાસીઓને પણ થશે ફાયદો
Z Morh Tunnel: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 'Z મોડ ટનલ' રાષ્ટ્રને સમર્પિત કરશે. તમને જણાવી દઈએ કે, આ ટનલ વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીના આ કાર્યક્રમ માટે સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં Z મોડ ટનલ' 'કરિશ્મા' થી ઓછી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે SPG ટીમો ગુરુવારે જ શ્રીનગર પહોંચી ગઈ હતી જેથી તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને પોતાની દેખરેખ હેઠળ રાખી શકાય. લદાખ ક્ષેત્રમાં દેશની સુરક્ષા જરૂરિયાતો માટે આ 6.5 કિલોમીટર લાંબી ટનલ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ ટનલ લદાખને દેશના અન્ય ભાગો સાથે પણ જોડે છે.
કેમ દેશ માટે આટલી મહત્ત્વપૂર્ણ છે આ Z મોડ ટનલ
- આ Z મોડ ટનલને દરેક હવામાનના હિસાબે બનાવવામાં આવી છે. હવે શિયાળામાં ભારે બરફ વર્ષાના કારણે હાઈવે બંધ નહીં થશે.
- ટનલ ખુલ્યા બાદ 12 KMની મુસાફરી ઘટીને 6.5 રહી જશે. વાહનો 15 મિનિટમાં જ આ આ અંતર કાપી શકશે.
- લદાખને દેશના બીજા હિસ્સા સાથે જોડશે આ ટનલ, 2400 કરોડના ખર્ચે આ ટનલ તૈયાર કરવામાં આવી છે.
- દર કલાકે 1000 વાહનોની અવરજવરની ક્ષમતા છે. આ ટનલ 10 મીટર પહોળી છે અને આ સાથે જ સાડા સાત મીટરની એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે.
- આ યોજના હેઠળ બીજી ટનલ છે જેની લંબાઈ 14 KM છે, તે બાલટાલથી જોઝિલા પાસની પાર મિનીમાર્ગ એટલે કે દ્રાસ સુધી જશે.
- આ ટનલના ઉપયોગ બાદ સેનાને પણ સરહદી ક્ષેત્રો સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે. આ ટનલ શરૂ થવાથી તેનો સમય પણ બચશે.
હું આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું: PM મોદી
પીએમ મોદીએ શનિવારે Z મોડ ટનલના ઉદ્ઘાટન અંગે સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, હું આ ટનલના ઉદ્ઘાટન માટે જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગની મારી મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તમે પર્યટન અને સ્થાનિક અર્થવ્યવસ્થા માટે અંગે યોગ્ય જણાવ્યું છે. આ ટનલની તસવીરો અને વીડિયો ખૂબ જ આનંદ આપનારા છે.
2015માં શરૂ થયો હતો પ્રોજેક્ટ
તમને જણાવી દઈએ કે, જોઝિલા ટનલનું કામ પૂર્ણ થયા બાદ શ્રીનગર-લેહ માર્ગ આખું વર્ષ ખુલ્લો રહેશે. આ પ્રોજેક્ટ પર કામ મે 2015માં શરૂ થયું હતું. ટનલના બાંધકામનું કામ ગત વર્ષે એટલે કે 2024માં પૂર્ણ થયું હતું.
12 કિલોમીટરનું અંતર હવે માત્ર 15 મિનિટમાં પૂરું
આ ટનલને Z મોડ ટનલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે, તેનો આકાર અંગ્રેજી અક્ષર Z જેવો છે. આ ટનલના નિર્માણ પછી 12 કિલોમીટરનું અંતર હવે ઘટીને 6.5 કિલોમીટર થઈ ગયું છે. અને આ અંતર કાપવામાં માત્ર 15 મિનિટનો સમય લાગશે. આ ટનલ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે શિયાળાની ઋતુમાં અહીંથી પસાર થતી વખતે હિમપ્રપાતને કારણે કોઈને કલાકો સુધી હાઈઇવે પર ફસાયેલા રહેવાનો ડર નહીં રહેશે.
કેમ ખાસ છે આ ટનલ
આ ટનલ ઘણા કારણોસર ખાસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટનલ શરૂ થયા બાદ તેમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડશે. એક અંદાજ પ્રમાણે આ ટનલ પ્રતિ કલાક 1000 વાહનોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ ટનલ 10 મીટર પહોળી છે અને તેની સાથે સાડા સાત મીટરની એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે.
ઓનલાઈન પણ થઈ શકે છે ઉદ્ઘાટન
પ્રાપ્ત માહિતી પ્રમાણે 13 જાન્યુઆરીએ સ્થળની આસપાસનું હવામાન ખરાબ રહી શકે છે. હવામાન વિભાગે પણ બરફવર્ષા અને વરસાદની આગાહી કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જો આવું થાય તો પીએમ મોદી આ ટનલનું ઓનલાઈન ઉદ્ઘાટન કરી શકે છે. જોકે, એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પીએમ મોદી સ્થળ પર પહોંચીને જ આ ટનલનું ઉદ્ઘાટન કરશે.
જમ્મુ-કાશ્મીરના CMએ પણ કર્યા હતા વખાણ
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તાજેતરમાં આ પ્રોજેક્ટનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. તેમણે તે પોસ્ટમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ પ્રવાસનના વિસ્તરણમાં એક મોટો ફેરફાર સાબિત થશે. જમ્મુ અને કાશ્મીર ખાસ કરીને મધ્ય કાશ્મીર આગામી દિવસોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક મહત્ત્વપૂર્ણ હિસ્સાના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ શિયાળુ પર્યટનના વિસ્તરણ માટે ગેમ ચેન્જર સાબિત થશે.