Get The App

NDAના નિર્ણયોની વિરુદ્ધ કેમ જઈ રહી છે JDU? નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી અટકળો તેજ

Updated: Aug 31st, 2024


Google News
Google News
Nitish Kumar And Modi


Ruckus In NDA Over Jumma Break : કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને ભાજપના નેતૃત્વમાં બધું બરાબર ચાલી છે કે નહીં તેને લઈને અટકળો છે. મળતી માહિત પ્રમાણે, ક્યારેક મહારાષ્ટ્રમાં તો ક્યારેક બિહારમાં ગઠબંધનના નેતાઓ NDAના નિર્ણયો સામે અવાજ ઉઠાવતા હોવાથી આંતરિક મતભેદો હોય તેવું લાગે છે. જેમાં ક્યારેક ચિરાગ પાસવાસનું NDAથી અલગ વલણ તો ક્યારેક નીતિશની પાર્ટીના નેતાઓના નિવેદનો દર્શાવે છે કે, NDAમાં બધું બરાબર નથી. હવે JDU વિધાનસભામાં જુમ્મા બ્રેક સમાપ્ત કરવાના આસામ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે.

આ પણ વાંચો : ગૌમાંસ ખાવાની આશંકા બાદ શ્રમિકનું મોબ લિન્ચિંગ, ગૌરક્ષા દળના પાંચ લોકોની ધરપકડ

શું હતી આખી ઘટના?

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ રાજ્ય વિધાનસભામાં શુક્રવારે જુમ્માની નમાજ માટે બે કલાકના વિરામની પ્રથાને સમાપ્ત કરવાની જાહેરાત કરી, ત્યારે JDUએ આ નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કર્યું. જેમાં JDUના નેતા નીરજ કુમારે આસામ સરકારનો વિરોધ કરતા કહ્યું કે, 'કોઈને પણ ધાર્મિક આસ્થા પર હુમલો કરવાનો અધિકાર નથી. આ સાથે તેમણે શુક્રવારની નમાજ માટેના બે કલાકના વિરામને સમાપ્ત કરવા સામે અવાજ ઉઠાવ્યો હતો.'

આસામના મુખ્યમંત્રીનો નિર્ણય દેશના બંધારણના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધમાં

JDUના નેતા નીરજ કુમારે આસામ સરકારના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, 'આસામના મુખ્યમંત્રીએ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા પર વધુ ધ્યાન આપ્યું હોત તો સારું થાત. આસાનના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશના બંધારણના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. દરેક ધાર્મિક આસ્થાને તેની પરંપરાઓ જાળવવાનો અધિકાર છે. હું મુખ્યમંત્રી સરમાને પૂછવા માંગુ છું કે, તમે રમઝાન દરમિયાન શુક્રવારની રજાઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છો અને દાવો કરી રહ્યા છો કે તેનાથી કાર્યક્ષમતા વધશે.'

આ પણ વાંચો : ચૂંટણી પહેલા જ ભાજપમાં ભયંકર બબાલ: એક બાદ એક રાજીનામાં, રસ્તા પર ઉતર્યા નેતાઓ

ચિરાગ પાસવાને ભાજપના નિર્ણયોનો વિરોધ કર્યો

માત્ર JDU જ નહીં, લોક જનશક્તિ પાર્ટી (LJP) રામવિલાસના વડા ચિરાગ પાસવાને પણ ભાજપના નિર્ણયોનો વિરોધ કર્યો હતો. ચિરાગ પાસવાને જાતિગત વસ્તી ગણતરી અને લેટરલ એન્ટ્રી દ્વારા પોસ્ટિંગ પર BJP નેતૃત્વથી અલગ વલણ લીધું હતું. બીજી તરફ, મહારાષ્ટ્રમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં (NCP) પણ નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ, NCPએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે તાનાજી સાવંત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.

NDAના નિર્ણયોની વિરુદ્ધ કેમ જઈ રહી છે JDU? નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી અટકળો તેજ 2 - image

Tags :
JDULJPNDABJPNitish-KumarNationalist-Congress-PartyJumma-Break

Google News
Google News