Get The App

કેમ +91થી શરુ થાય છે ભારતનો કોડ, જાણો કોણ આપે છે આ કોડ..

કન્ટ્રી કોડ ઈન્ટરનેશનલ ટેલીફોન નંબરિંગ પ્લાનનો હિસ્સો છે

આ કોડ્સને ઈન્ટરનેશનલ ટેલીકમ્યુનિકેશન યુનિયન (ITU)દ્વારા જાહેર કરવામા આવે છે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
કેમ +91થી શરુ થાય છે ભારતનો કોડ, જાણો કોણ આપે છે આ કોડ.. 1 - image
Image  Freepic

તા. 3 ડિસેમ્બર 2023, રવિવાર 

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભારતમાં દરેક કોલની આગળ +91 કોડ કેમ લગાવવામાં આવે છે. આ કોડને કન્ટ્રી કોડ કહેવામાં આવે છે, પરંતુ ભારતને +91 નો કોડ  કેમ મળ્યો તે જાણવા જેવુ છે. 

કન્ટ્રી કોડ શું છે ?

તેના માટે આપણે કન્ટ્રી કોડ સિસ્ટમને સમજવુ પડશે. કન્ટ્રી કોડ કોલિંગ કોડ અથવા કન્ટ્રી ડાયલ-ઈન કોડને ટેલીફોન નંબર પ્રીફિ્કસ તરીકે અથવા ફોન નંબરની આગળ હોય છે. 

કેમ આ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. 

કન્ટ્રી કોડ ઈન્ટરનેશનલ ટેલીફોન નંબરિંગ પ્લાનનો હિસ્સો છે. તેનો ઉપયોગ કરીને એક દેશમાંથી બીજા દેશમાં કોલિંગ માટે વાપરવામાં આવે છે. આપણા દેશમાં આ કોડ ઓટોમેટિક રીતે લાગી જાય છે. 

પાકિસ્તાનનો કોડ શું છે ?

ભારત માટે+91 નંબરનો કોડ ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન માટે +92 કન્ટ્રી કોડનો ઉપયોગ કરવામા આવે છે. આ કોડને ઈન્ટનેશનલ સબ્સક્રાઈબર્સ ડાયલિંગ કોડ પણ કહેવામા આવે છે. 

કોણ આપે છે આ કોડ ?

આ કોડ્સને ઈન્ટરનેશનલ ટેલીકમ્યુનિકેશન યુનિયન (ITU)દ્વારા જાહેર કરવામા આવે છે. જે યુનાઈટેડ નેશન્સનો ભાગ છે. તેની શરુઆત 17 મે 1865માં થઈ હતી.

કેટલા દેશ છે સામેલ

તેનું હેડક્વાટર જીનેવામાં છે. આ યુનિયનના  કુલ 193 દેશ જોડાયેલા છે. કન્ટ્રી કોડ આપવા સહિતના કામ માટે આ એજેંસી તમામ કામકાજ માટે એક ગણાય છે. 

બીજા દેશોના કોડ શું હોય છે. 

9 માં ઝોનમાં મોટાભાગમાં મિડિલ ઈસ્ટ અને સાઉથ એશિયાના દેશ સામેલ છે. તુર્કિનો કોડ +90 છે, તો પાકિસ્તાનનો કોડ +92, અને અફઘાનિસ્તાનનો +93 અને શ્રીલંકાનો કોડ +94 છે. 



Google NewsGoogle News