જયપુરમાં હિંદુ પરિવારોએ ‘પલાયન રોકો’ના પોસ્ટર્સ લગાવતા હોબાળો, જાણો શું છે મામલો
Jaipur Hindu Exodus: રાજસ્થાનના કિશાનપોલ, બ્રહ્મપુરી બાદ હવે જયપુરમાં પલાયન રોકોના પોસ્ટર્સ લગાતા ભારે ચર્ચા જાગી છે. અહીંના ઘણાં ઘરોમાં લોકોને પલાયન રોકોની અપીલ કરતા પોસ્ટર્સ લાગ્યા છે. આ પોસ્ટર્સમાં હિંદુ સિવાય અન્ય ધર્મના લોકોને ઘર ન વેચવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવતાં તપાસ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
સર્વ હિંદુ સમાજના નામે લગાવવામાં આવેલા આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, 'સનાતનીઓને અપીલ, પલાયન રોકો, તમામ સનાતન ભાઈઓ અને બહેનોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાના ઘર હિંદુ સિવાય અન્ય ધર્મના લોકોને ન વેચે.' આ મામલે પોલીસ કહેવું છે કે,'સંપત્તિ વેચવી અને ખરીદવી એ વ્યક્તિગત બાબત છે. એવો કોઈ મામલો સામે આવ્યો નથી જેમાં કોઈ વિવાદ થયો હોય.' જો કે પોસ્ટરો ચોંટાડતા સ્થાનિક લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ દાવો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, 'પોતાની મરજીથી ઘરો પર પોસ્ટર ચોંટાડ્યા છે.' પોસ્ટર લગાવ્યા બાદ શિવાજી નગરમાં મીડિયાકર્મીઓની અવરજવર વધી ગઈ છે. જ્યારે પત્રકારો પહોંચ્યા ત્યારે લોકો પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા હતા. આ વિસ્તારોમાં છેડતી અને ગુંડાગીરી જેવી ઘટનાઓ વધી રહી છે.
લોકો શું કહે છે?
જયપુરના સ્થાનિક લોકોનું કહેવું છે કે, 'આ વિસ્તારનો માહોલ બદલાઈ રહ્યું છે. ઘણાં હિંદુ પરિવારોએ પોતાના ઘર અન્ય ધર્મના લોકોને લોકોને વેચી દીધા હતા. જે લોકોએ આ ઘર ખરીદ્યા છે તેમાંથી ઘણાં લોકો ઉપદ્રવ સર્જે છે. જ્યારે આ લોકો વિરોધ કરવામાં આવે છે ત્યારે તેઓ લડવા લાગે છે.'