માત્ર દિવાળીમાં જ ફટાકડા પર પ્રતિબંધ કેમ? ચૂંટણીઓમાં પણ થાય છે ઉપયોગ: SCનો સણસણતો સવાલ
Why Firecrackers are Banned Only On Diwali? સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ સામે ફટાકડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ માત્ર આઇવોશ છે. શું કોઈને પ્રદુષણ ફેલાવવાનો મૌલિક અધિકાર છે? આ પ્રતિબંધ માત્ર દિવાળી પૂરતો જ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન હોવો જોઈએ. લગ્ન અને ચૂંટણીમાં જીતના સમયે ફટાકડા ફોડવામાં આવે છે, પોલીસે શું કાર્યવાહી કરી? શું દિલ્હી પોલીસ દાવો કરી રહી છે કે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. શું પોલીસે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તમે જે જપ્ત કર્યું છે તે ફટાકડાનો કાચો માલ હોઈ શકે છે.
ફટાકડાના પ્રતિબંધ પર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ફટાકડા પર પ્રતિબંધ પર વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપતાં કહ્યું કે, કમિશ્નરે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ફટાકડાનું ઓનલાઇન વેચાણ પણ બંધ કરવું જોઈએ.
દિલ્હી પોલીસ કમિશ્નરે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવું જોઈએ: SC
આ સાથે સુપ્રીમે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન આપતો નથી. આ લોકોના સ્વાસ્થ્યના અધિકારની વાત છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે આખા વર્ષ માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ. દિલ્હી પોલીસ કમિશ્નરે આ અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવું જોઈએ.
આ પણ વાંચો: યોગી સરકારનો છબરડો : 40 કુંવારી છોકરીઓને ગર્ભવતી બતાવી, મંત્રાલયે મેસેજ પણ કરી દીધાં
25મી નવેમ્બર સુધીમાં લેવાશે નિર્ણય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી પોલીસ કમિશ્નરે પ્રતિબંધ લાગુ કરવા માટે એક વિશેષ સેલ બનાવવો જોઈએ. આ માટે એસએચઓને જવાબદારી સોંપવી જોઈએ. કોઈપણ ધર્મ પ્રદૂષણ ફેલાવતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી. આથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આખા વર્ષ માટે પ્રતિબંધ મુકવા અંગે વિચાર કરી રહ્યા છીએ. આ માટે 25મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે.