Get The App

'લાભાર્થી' મતદારો કેમ કેન્દ્ર સરકારથી નારાજ થયા, જાણો મોહ ભંગ થવા પાછળના કારણો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
'લાભાર્થી' મતદારો કેમ કેન્દ્ર સરકારથી નારાજ થયા, જાણો મોહ ભંગ થવા પાછળના કારણો 1 - image


Loksabha Election 2024: ભાજપ જ્યારે 2014માં સત્તા પર આવી ત્યારે તેણે અનેક લોક કલ્યાણકારી યોજનાઓને નવું સ્વરૂપ આપી નવા લાભો આપ્યા હતા. જેના લીધે 'લાભાર્થી' નામથી દેશની જનસંખ્યાનો એક મોટો વર્ગ ઉભરી આવ્યો હતો. સામે આવ્યો હતો. આ 'લાભાર્થી' વર્ગમાં મોટેભાગે મહિલાઓ સામેલ હતી. જેના કારણે મહિલાઓ ભાજપ તરફી હતી. જે તેના માટે સતત વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં મુખ્ય વોટબેન્ક સાબિત થઈ રહી હતી પરંતુ આ વખતે ચૂંટણી પરિણામ ભાજપની અપેક્ષા વિરુદ્ધ આવ્યા છે. તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે લોક કલ્યાણકારી યોજનાઓને એક નવું સ્વરૂપ આપનાર ભાજપ આખરે આ વખતે કેમ લાભાર્થી વર્ગનો સાથ મેળવવામાં નિષ્ફળ કેમ રહી.

મોંઘવારીની સાથે યોજનાના લાભનો પનો ટૂંકો પડ્યો

લાભાર્થી વર્ગથી આવનારા એક ખેડૂત આત્મારામ દેવઘરના પરિવારમાં પાંચ લોકો છે. મફત રાશન હોય અથવા તો કોઈપણ યોજના હેઠળ પૈસા સીધા બેન્કમાં ટ્રાન્સફર થતા હોય છે. સમગ્ર પરિવાર પોતાની જરૂરિયાત માટે સરકારની યોજનાઓ પર આધારિત છે. પરંતુ દેવઘરનું કહેવું છે કે રોજબરોજની વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે તેમની ઓછી આવકમાં ઘર ચાલી શકતું નથી. આ સાથે જ દેવઘર નથી ઇચ્છતા કે તેમનો પુત્ર પણ ખેતી કરે. તેમનું કહેવું છે કે મારા પુત્ર પાસે કોલેજની ડિગ્રી છે હું નથી ઇચ્છતો કે તે મારી જેમ રહે. અહીં એક વાત સ્પષ્ટ છે કે વધતી મોંઘવારી અને બેરોજગારીને કારણે ભાજપની આ લોક કલ્યાણકારી યોજનાઓ નબળી પડતી દેખાઈ રહી છે.

વિપક્ષે પ્રજાના સામાન્ય મુદ્દાને પોતાના પ્રચારમાં સામેલ કર્યાં

મોદી સરકારમાં દેખાય તેવી વસ્તુઓ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગેસ સિલિન્ડર, મફત અનાજ, શૌચાલય, આવાસ અને બેંકમાં પૈસાનું સીધું ટ્રાન્સફર. રાજકીય વિશ્લેષક યામીની ઐયરનું કહેવું છે કે આ રીતે લાભ આપવાથી ક્યાંકને ક્યાંક રાજકીય પક્ષોને પ્રજાનો વોટ મળે છે અને પોતાની છબી સુધારવાની તક મળે છે. આ મોડલને ધ્યાનમાં રાખીને આ વખતે વિપક્ષે પણ તેવી યોજનાઓને પોતાના એજન્ડામાં સામેલ કરી હતી. કોંગ્રેસને જાહેરાત કરી હતી કે ગરીબો અને મહિલાઓને 10 લાખ રૂપિયા આપશે. મહિનામાં 10 કિલો મફત અનાજ પણ આપવામાં આવશે. બંગાળમાં મમતા બેનર્જીએ મફત સાયકલની જાહેરાત કરી હતી. આમ જોવા જઈએ તો વિપક્ષે યોજનાઓને નવું સ્વરૂપ આપ્યું છે.

 'લાભાર્થી' મતદારો કેમ કેન્દ્ર સરકારથી નારાજ થયા, જાણો મોહ ભંગ થવા પાછળના કારણો 2 - image


Google NewsGoogle News