Get The App

મધ્યપ્રદેશમાં કેમ ED નથી આવતી? અહીં વ્યાપમથી લઈને મહાકાલ કોરિડોરમાં થયા છે કૌભાંડ': પ્રિયંકા ગાંધી વાડ્રા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં કેમ ED નથી આવતી? અહીં વ્યાપમથી લઈને મહાકાલ કોરિડોરમાં થયા છે કૌભાંડ': પ્રિયંકા ગાંધી વાડ્રા 1 - image


- બીજેપીની સરકારે તો ભગવાનની મૂર્તિમાં પણ કૌભાંડ કર્યો: પ્રિયંકા ગાંધી વાડ્રા

ધાર, તા. 05 ઓક્ટોબર 2023, ગુરૂવાર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, ED દરેક જગ્યાએ પહોંચી જાય છે પરંતુ મધ્ય પ્રદેશમાં આટલો કૌભાંડ થયો તેમ છતાં ED અહીં નથી પહોંચી. તેમણે કહ્યું કે, એમપીમાં મહાકાલના કોરિડરમાં પણ કૌભાંડ થયો છે. બીજેપીની સરકારે તો ભગવાનની મૂર્તિમાં પણ કૌભાંડ કર્યો છે. પ્રિયંકાએ આ દરમિયાન મોંઘવારીથી લઈને ગરીબીના મુદ્દે બીજેપી સરકારને ઘેરી છે.

મધ્યપ્રદેશના ધારમાં એક રેલીને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે, મને એ સાંભળીને આશ્ચર્ય થયું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ કહી રહ્યા છે જે અમે કહીએ છીએ. મેં એક વ્યક્તિને પૂછ્યું કે ચૂંટણીમાં શું થવા જઈ રહ્યું છે. તેના પર તેમણે જવાબ આપ્યો કે, રાજા જઈ રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જ્યારથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બની છે ત્યારથી અહીં મોંઘવારી વધી છે. ગરીબ લોકોની હાલત કફોડી બની રહી છે. 

જનતા બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે: પ્રિયંકા ગાંધી

પ્રિયંકાએ જનતાને કહ્યું કે, તેમને કોઈની વાતોમાં આવવાની જરૂર નથી. જનતાએ બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ અને પછી મત આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જનતાએ અમારી વાતોમાં પણ આવવાની જરૂર નથી. પ્રિયંકાએ કહ્યું કે, આજે મધ્ય પ્રદેશમાં બેરોજગારી ખૂબ જ વધારે છે. બેરોજગારી મુદ્દે બીજેપીએ કંઈ કામ નથી કર્યું. બીજેપીએ અહીં દરેક યોજનાઓમાં કૌંભાડ કર્યું છે. અમે હંમેશા જનતાના હિતોને ધ્યાનમાં રાખીએ છીએ. 

ED અહીં કેમ નથી આવતી?

ધારમાં થયેલી આ રેલીને સંબોધિત કરતા પ્રિયંકાએ કહ્યું કે, અહીં વ્યાપમ કૌભાંડ થયું છે. શું તેની ક્યારેય તપાસ થઈ છે? જો તમે બીજેપી વિરુદ્ધ લખી દો તો ED તરત જ તમારી પાસે પહોંચી જશે. તમારે પૂછવું જોઈએ કે, ED હજુ સુધી અહીંયા કેમ નથી પહોંચી? પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મહાકાલ કોરિડોરમાં નર્મદા માતા અને સપ્તઋષિઓની મૂર્તિઓમાં ભ્રષ્ટાચાર થયો છે. તેમણે પૂછ્યું કે શું ભગવાન સાથે પણ કોઈ ભ્રષ્ટાચાર કરે છે? શું હવે ભાજપ બદલવાનો સમય નથી આવી ગયો?



Google NewsGoogle News