Get The App

વિમાનમાં કેમ એસી તેજ ચલાવાય છે? મુસાફરો ધ્રુજી જાય તો પણ તાપમાન વધારાતું નથી, જાણો કારણ...

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
વિમાનમાં કેમ એસી તેજ ચલાવાય છે? મુસાફરો ધ્રુજી જાય તો પણ તાપમાન વધારાતું નથી, જાણો કારણ... 1 - image


Image: X

Airplane Air Conditioner: સામાન્યરીતે જ્યારે આપણે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ તો ઘણી વખત એસી એટલું ઠંડુ કરી દેવામાં આવે છે કે આરામથી બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે. આખરે પ્લેનમાં આટલું ઠંડું વાતાવરણ કેમ રાખવામાં આવે છે. તેની પાછળ કારણ માત્ર મુસાફરોને આરામ આપવાનું હોય છે કે પછી કંઈક એવું કારણ છે, જે એસીના ટેમ્પરેચરને ઉપર કરવામાં જ આવતું નથી. 

વિમાનમાં આટલી ઠંડી કેમ રહે છે

વિમાનનું તાપમાન પાયલટ કંટ્રોલ કરે છે. તેઓ તે નક્કી કરે છે કે કેબિનનું ટેમ્પરેચર ચિલિંગ એટલે કે સામાન્ય કરતાં વધુ ઠંડુ રહે. આ કારણ છે કે જો કોઈ મુસાફર કહે પણ છે કે તેને ખૂબ ઠંડી લાગી રહી છે તો પણ તાપમાન વધારવામાં આવતું નથી. તેની પાછળ કારણ એ હોય છે કે પ્લેનમાં જો કોઈ એવો મુસાફર હોય જે બેભાન થઈ જાય છે કે પછી તેને મોશન સિકનેસથી ઉલટી આવવાની તકલીફ થઈ જાય તો તેને રોકવામાં આવી શકે. તાપમાન ઓછું હોવાથી આ પ્રકારની સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

આ વાતોનું પણ રાખો ધ્યાન

આ સિવાય નિષ્ણાત એ પણ જણાવે છે કે તાપમાન માટે ફરિયાદ કરવા કરતાં શ્રેષ્ઠ છે કે તમે ઘરેથી સ્વેટર કે ધાબળા પોતાની સાથે લઈ જાવ, જેથી આરામથી સફર થઈ શકે. આ સિવાય જો કોઈ ટુરિસ્ટ પ્લેસ પર જવાનું છે તો સવારે ન જાવ કેમ કે મોટાભાગના લોકો આ સમય પસંદ કરે છે. સવારે 6થી 7ના સમયના બદલે 10 વાગ્યા બાદનો સમય શ્રેષ્ઠ રહે છે.


Google NewsGoogle News