I.N.D.I.A. ગઠબંધનની બેઠક અધવચ્ચે છોડીને કેમ જતા રહ્યા હતા? નારાજગી અંગે નીતિશ કુમારનો ખુલાસો

I.N.D.I.A. ગઠબંધનની બેઠકના છ દિવસ બાદ નીતિશ કુમારે મૌન તોડ્યું

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
I.N.D.I.A. ગઠબંધનની બેઠક અધવચ્ચે છોડીને કેમ જતા રહ્યા હતા? નારાજગી અંગે નીતિશ કુમારનો ખુલાસો 1 - image


India Alliance Meeting: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠકમાં નારાજગીના અહેલાસો અંગે સ્પષ્ટતા કરી છે. સીએમ  નીતિશ કુમારે જણાવ્યું કે, નારાજગીના અહેવાલો ખોટા છે. મને પદની કોઈ ઈચ્છા નથી, મે શરૂઆતથી સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, મારે કોઈપણ પ્રકારની જવાબદારી નથી જોતી. હું આગળની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જ પહેલ કરું છું. મને સંયોજક બનાવવાની વાત થઈ હતી, પરંતુ મે જ ના પાડી દીધી હતી.

19મી ડિસેમ્બરે I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાઈ હતી

19મી ડિસેમ્બરે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તેમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પશ્ચિમ બગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગઠબંધનના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નીતિશ કુમારની ગેરહાજરી અંગે અટકળો તેજ થવા લાગી હતી. અહેવાલ વહેતા થયા હતા કે,તેઓ નારાજ થઈને બેઠક જલદી છોડીને જતા રહ્યા હતા.

કોઈ પદની ઈચ્છા નથી: નીતિશ કુમાર

હવે I.N.D.I.A. ગઠબંધનની બેઠકના છ દિવસ બાદ નીતિશ કુમારે આ અંગે મૌન તોડ્યું છે અને તે દિવસે બેઠકમાં શું થયું હતું તેની ક્રમિક માહિતી આપી છે. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે મારી કોઈ ઈચ્છા નહોતી. સંયોજક બનાવવાની વાત આવી ત્યારે મેં પોતે કહ્યું કે મારી કોઈ ઈચ્છા નથી. અમે ઈચ્છીએ છીએ કે દરેક એક સાથે રહે. નારાજગી જેવી બાબતો ખોટી છે અને જરા પણ ગુસ્સો નથી. 


Google NewsGoogle News