Get The App

ભારતનું સિલિકોન વેલી ગણાતા બેંગ્લોરમાં ઉનાળા પહેલા જ પાણીની કેમ અછત સર્જાઇ ?

કેટલાક એપાર્ટમેન્ટસ અને કોમ્પલેક્ષમાં પાણી પુરવઠો પુરતો નથી.

પાણીના ૧૨૦૦૦ લિટર ટેન્કરના ૨૦૦૦ રુપિયા ચુકવવા પડે છે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
ભારતનું સિલિકોન વેલી ગણાતા બેંગ્લોરમાં  ઉનાળા પહેલા જ પાણીની કેમ અછત સર્જાઇ ? 1 - image


બેંગ્લોર, 24 ફેબુ્આરી, 2024,શનિવાર 

ગાર્ડન સિટી અને સિલિકોન વેલીની ઓળખ ધરાવતા બેંગ્લોર શહેરમાં પાણીની અછત સર્જાઇ રહી છે. હજુ ઉનાળો શરુ નથી થયો તો પણ વેચાતા પાણીની લોકો બમણી કિંમત ચુકવી રહયા છે. શહેરના અનેક એપાર્ટમેન્ટસ અને કોમ્પલેક્ષ પાણીનો પુરવઠો પુરતો મળતો નથી. આથી ભર ઉનાળાના આકરો તાપ શરુ થશે ત્યારે બેંગ્લોરવાસીઓએ પાણીની તંગી ભોગવવા તૈયાર રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહયું છે. 

ગત વર્ષ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નબળંુ રહેવાથી ભૂજળ સ્તર નીચા ઉતરી ગયા છે. કાવેરી નદીના બેસિનના જળ સ્તર પણ ઓછું છે. શહેરમાં પાણી સપ્લાયની જવાબદારી બેંગ્લુરુ  વોટર સપ્લાય અને સીવરેઝ બોર્ડ (બીડબલ્યુએસએસબી) સંભાળે છે.  કાવેરી નદી કર્ણાટકના તાલાકાવેરીથી નિકળે છે અને પાડોશી રાજય તમિળનાડુથી પસાર થઇને  બંગાળની ખાડીને મળે છે. 

ભારતનું સિલિકોન વેલી ગણાતા બેંગ્લોરમાં  ઉનાળા પહેલા જ પાણીની કેમ અછત સર્જાઇ ? 2 - image

એક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર પાણીના ટેન્કર ડીલરોને બેંગ્લોરના કેટલાક હિસ્સામાં નિવાસીઓએ પાણીના ૧૨૦૦૦ લિટર ટેન્કરના ૨૦૦૦ રુપિયા ચુકવવા પડે છે જે એક મહિના પહેલા ૧૨૦૦ રુપિયા ભાવ હતો. પાણીની અછત ભોગવતા પરિવારોનું માનવું છે કે હાલમાં તો ટેન્કરથી પાણી મળી રહે છે પરંતુ આવનારા ઉનાળામાં સિલિકોન વેલી ગણાતા શહેરમાં ભારે અછતનો સામનો કરવો પડે તો નવાઇ નહી.

 નિષ્ણાતોનું માનવું છે કે ૧.૩૫ કરોડની વસ્તી ધરાવતા બેંગ્લોરનો છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણનો ભોગે  વિકાસ થયો છે. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સના સંશોધન અનુસાર છેલ્લા ચાર દાયકા દરમિયાન બેંગ્લોરમાં ૭૯ ટકા જળ નિકાસ અને ૮૮ ટકા ગ્રીન કવરને નુકસાન થયું છે. જયાં કોંકિટથી ઢંકાયેલા વિસ્તારમાં ૧૧ ગણો વધારો થયો છે.

               



Google NewsGoogle News