બોલીવુડની કયૂટ અભિનેત્રીએ કેમ પોતાનું સોશિયલ એકાઉન્ટ ડિલિટ કર્યુ ?

ફેન્સ કોમેન્ટ કરતા હતા કે ફોટો જરાંય ઓળખી શકાય તેવો નથી.

ફેમસ ગીત મેરી ચુનર ઉડ ઉડ જાયે..થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી.

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
બોલીવુડની કયૂટ અભિનેત્રીએ કેમ પોતાનું સોશિયલ એકાઉન્ટ ડિલિટ કર્યુ ? 1 - image


મુંબઇ,૨૩ ઓગસ્ટ,૨૦૨૪, શુક્રવાર,

બોલીવુડની અત્યંત કયૂટ અને અત્યંત સુંદર ગણાતી એકટ્રેસે પોતાનું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કર્યુ છે. આ અભિનેત્રી પોતાના ફેંસ સાથે ફોટો અને વીડિયો શેર કરતી હતી.સેંકડો ફેન ફોલોઇંગ હોવા છતાં તે પોતાના લૂકસને લઇને ચર્ચામાં રહેતી હતી. તાજેતરમાં અભિનેત્રીએ કાજીવરમ સાડી પહેરીને મેકઅપ કરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર ડાઉનલોડ કર્યો હતો.

આ ફોટાને લઇને એટલી ટ્રોલ થઇ કે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની ફરજ પડી હતી. આ અભિનેત્રીનું નામ આયેશા ટાકિયા છે. ૧૩ વર્ષની ઉંમરે મોડલિગથી કારર્કિદીની શરુઆત કરનારી આયશા ટાકિય ફાલ્ગુની પાઠકના ફેમસ ગીત મેરી ચુનર ઉડ ઉડ જાયે..થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી.આયશાને સંડે, વોન્ટેડ અને ટારઝન ફિલ્મથી ખૂબજ લોકપ્રિયતા મળી હતી. લગ્ન પછી તેને ફિલ્મી દૂનિયાને અલવિદા કરી દીધી હતી. 

આયશા ટાકિયા તેના ચહેરા પરની કથિત સર્જરીને લઇને બદલાયેલા લૂકથી ખૂબ ચર્ચામાં રહી છે. ઇન્સ્ટાગ્રામમાં તેના એક ફોટા પર કેટલાક ફેન્સ કોમેન્ટ કરતા હતા કે  ફોટો જરાંય ઓળખી શકાય તેવો નથી. આયશાએ શેર કરેલા ફોટામાં નીલા અને સોનેરી રંગની સાડી પહેરી હતી. ગુલાબી ટોન વાળો મેક અપ અને વાળ ખુલ્લા હતા. ગળામાં એક હેવી સેટ પણ પહેરેલો હતો. ટ્રોલિંગ સતત વધવાથી સોશિયલ મીડિયા એકાઉન્ટ જ ડિલિટ કરી નાખ્યું હતું. આયશાનું ઇન્સ્ટાગ્રામ પેજ ખોલતા સોરી ઉપલબ્ધ નથી એવું લખેલું જણાય છે


Google NewsGoogle News