Get The App

રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડીને રાયબરેલી કેમ પસંદ કરી?, સમજો પાંચ પોઈન્ટમાં કોંગ્રેસનો વ્યૂહ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડીને રાયબરેલી કેમ પસંદ કરી?, સમજો પાંચ પોઈન્ટમાં કોંગ્રેસનો વ્યૂહ 1 - image


Image: Facebook

Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ રાયબરેલીથી સાંસદ રહેશે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વિશે જાણકારી આપતાં જણાવ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પર થનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હશે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં પોતાની બંને બેઠકો- વાયનાડ અને રાયબરેલી પર પ્રભાવશાળી અંતરથી જીત મેળવી હતી. નવી દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસ પર કોંગ્રેસની હાઈકમાન્ડે ચર્ચા બાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરી.

રાહુલ ગાંધી જ્યારે 2019માં ગાંધી પરિવારના ગઢ રહેલા અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની સામે હારી ગયાં હતાં, ત્યારે વાયનાડે તેમને પોતાના પ્રતિનિધિ પસંદ કરીને ભારતની સંસદમાં મોકલ્યા હતાં. પછી રાહુલે મુશ્કેલ સમયમાં પોતાનો સાથ આપનાર વાયનાડને છોડીને રાયબરેલી કેમ પસંદ કરી?. આ નિર્ણય પાર્ટીની વ્યૂહનીતિનો સંકેત આપે છે. 2024ની લોકસભા ચૂંટણી પરિણામોથી ઉત્સાહિત કોંગ્રેસ આક્રમક વલણ અપનાવી રહી છે. 

કોંગ્રેસ 2029ની સામાન્ય ચૂંટણી પહેલાના સમયનો સારો ઉપયોગ કરવા ઈચ્છે છે. નરેન્દ્ર મોદી 2014 અને 2019ની સરખામણીએ રાજકીય રીતે કમજોર સ્થિતિમાં છે, કેમ કે કેન્દ્રમાં આ વખતે પૂર્ણ બહુમત જ નહીં પરંતુ ગઠબંધન સરકાર છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી બંનેને સંસદમાં મૂકીને વિપક્ષને ધાર આપવાનો આ પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે. રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનનું નેતૃત્વ કર્યું. તેમણે કેરળના વાયનાડના બદલે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકથી સાંસદ રહેવાનું કેમ પસંદ કર્યું, અમે તેના પાંચ કારણ તમને જણાવી રહ્યાં છીએ.

1. યુપીમાં ગુમાવેલી બેઠક મેળવવાની આશા

2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં છ બેઠકો જીતી. 2019માં તેને માત્ર રાયબરેલી બેઠક પર જીત મળી હતી. ઈન્ડિયા બ્લોકે યુપીમાં 43 બેઠકો જીતી, જેમાંથી 37 સમાજવાદી પાર્ટીએ જીતી. આ એનડીએ માટે એક મોટો ઝટકો હતો, જેણે 2019માં યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો જીતી હતી. 2024ની ચૂંટણીમાં એનડીએ માત્ર 36 બેઠકો જીતવામાં સફળ રહી જ્યારે ભાજપને 33 બેઠકો પ્રાપ્ત થઈ. વોટ શેરના મામલે સૌથી મોટી હાર માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી (બસપા) ને થઈ. તેનો વોટ શેર 19% થી ઘટીને 9% રહી ગયું. 

આ વોટ મુખ્યરીતે સમાજવાદી પાર્ટીની સાથે-સાથે કોંગ્રેસને પણ મળ્યાં. પરંતુ એસપીએ બીએસપીના વોટ શેરનું 6-7% પ્રાપ્ત કર્યું, તો કોંગ્રેસને 2-3% નો ફાયદો થયો. કોંગ્રેસને આશા છે કે તે ઉત્તર પ્રદેશમાં દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ વોટનો ફાયદો ઉઠાવી શકે છે. રાહુલ ગાંધી દ્વારા વાયનાડના બદલે રાયબરેલી બેઠક પસંદ કરવાનું પહેલું કારણ આ નજર આવે છે.

2. વ્યૂહનીતિમાં ફેરફાર અને આક્રમક વલણ

2024 લોકસભા ચૂંટણીના પરિણામથી ઉત્સાહિત કોંગ્રેસે પોતાનું વલણ બદલી લીધું છે. રાહુલ ગાંધીની રાયબરેલી સંસદીય બેઠકને જાળવી રાખવી અને વાયનાડ બેઠક છોડવી તે આક્રમક દ્રષ્ટિકોણનો સંકેત છે. કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિ બદલી છે. હવે તેણે રક્ષાત્મકથી આક્રમક વલણ અપનાવ્યું છે. વાયનાડ એક રક્ષાત્મક દ્રષ્ટિકોણ હતો. કેમ કે રાહુલ 2019માં અમેઠીથી પોતાની સંભવિત હારને જોતાં ત્યાં પહોંચ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં 2024ની લોકસભા ચૂંટણી પરિણામોને જોઈને જ રાહુલે વાયનાડના બદલે રાયબરેલીને પસંદ કર્યું છે.

રાહુલ ગાંધી વાયનાડના સાંસદ તરીકે દક્ષિણ અને પ્રિયંકા ઉત્તરની કમાન સંભાળી રહી હતી, જે કોંગ્રેસની જૂની વ્યૂહનીતિ હતી. આ વખતના લોકસભા ચૂંટણી પરિણામથી બોધ લઈને કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિ બદલી દીધી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપીમાં સારા પ્રદર્શનથી કોંગ્રેસને એક આશા જાગી છે અને તેના પરિણામસ્વરૂપ તેની વ્યૂહનીતિમાં પરિવર્તન આવ્યું છે. આ સફળ થશે કે નહીં, એ તો સમય જ જણાવશે. ભાજપને પડકાર આપવો હોય તો લડત ત્યાં લડવી પડશે જ્યાં ભગવા પાર્ટી મજબૂત છે દક્ષિણથી નથી. ભાજપ હિંદી હાર્ટલેન્ડમાં ખૂબ મજબૂત છે. દક્ષિણમાં તે હજુ પણ તપાસ કરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ અત્યાર સુધી ખૂબ વધુ સફળ થઈ શકી નથી. 

3. દેશમાં કોંગ્રેસને પુનર્જીવિત થવા માટે યુપી જરૂરી

કહેવાય છે કે કેન્દ્રની સત્તાનો રસ્તો ઉત્તર પ્રદેશથી થઈને જાય છે. તેથી જ્યારે પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસના વોટ બેઝને હડપવાનું શરૂ કર્યું ત્યારે તેનો ઘટાડો સૌથી પહેલા ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળ્યો. કેન્દ્રની સત્તા પર પણ તેની પકડ ઢીલી થવા લાગી. પરંતુ કોંગ્રેસને પોતાના દમ પર કેન્દ્રની સત્તામાં આવવું છે તો તેણે પોતાને ઉત્તર પ્રદેશમાં પુનર્જીવિત કરવાનું રહેશે. ઉત્તર પ્રદેશમાં છ બેઠકો જીતવી કોંગ્રેસ માટે સારો સંકેત છે, ભલે તેને આ જીત સમાજવાદી પાર્ટીની સાથે થવાથી મળી હોય. કોંગ્રેસ માટે બીજો સારો સંકેત એ છે કે જાટ નેતા જયંત ચૌધરી અને તેમના રાષ્ટ્રીય લોક દળ (આરએલડી) ના એનડીએ જૂથમાં હોવા છતાં, યુપી અને હરિયાણામાં જાટ વોટર પાર્ટી તરફ ઝૂક્યા છે.

4) દિલ જીતવા માટે, કોંગ્રેસને હાર્ટલેન્ડ જીતવું પડશે

દિલ જીતવા માટે કોંગ્રેસને હાર્ટલેન્ડ જીતવું પડશે. તેણે એકલા અને ક્ષેત્રીય સહયોગીઓની સાથે ગઠબંધનમાં ભાજપ સાથે મુકાબલો કરવો પડશે. હાર્ટલેન્ડના નવ મુખ્ય રાજ્યોમાં કોંગ્રેસને પોતાનું પ્રદર્શન સુધારવું પડશે, કેમ કે લોકસભાની 543માંથી 218 સાંસદ આ 9 રાજ્યોથી પહોંચે છે. કોંગ્રેસે આ વખતે ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા અને રાજસ્થાનમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ હિંદી પટ્ટામાં પોતાની શક્યતાઓ શોધી રહી છે અને તેથી રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશથી આગળ વધારવામાં આવી રહી છે. યુપીમાં વધુ બેઠકો જીતીને, કોંગ્રેસ બિહારમાં પણ અસર નાખી શકે છે, જ્યાં તે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સાથે ગઠબંધનમાં છે.

5) પ્રિયંકા ગાંધીના વાયનાડ જવાથી કેરળ પણ ખુશ 

કેરળમાં 2026માં વિધાનસભા ચૂંટણી થશે અને કોંગ્રેસ અહીં સત્તામાં આવી શકે છે. કેરળની જનતા કે સીપીએમના નેતૃત્વવાળા એલડીએફ કે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફને પસંદ કરતી આવી રહી છે. રાજ્યની જનતાએ 2021માં એલડીએફને સત્તામાં પાછા આવીને મોટાભાગના રાજકીય પંડિતોને આશ્ચર્યચકિત કરી દીધા. 2024ની લોકસભા ચૂંટણીમાં સીપીઆઈ (એમ) નું પ્રદર્શન ખરાબ રહ્યું અને તેને માત્ર એક બેઠક પર જીત મળી. કોંગ્રેસે 2024માં 20 લોકસભા બેઠકોમાંથી 14 બેઠકો જીતી, જ્યારે તેના સહયોગી આઈયૂએમએલએ બે બેઠકો જીતી.

કોંગ્રેસ એ વાતને લઈને આશ્વસ્ત છે કે ભલે રાહુલ ગાંધીએ વાયનાડને જાળવી રાખી હોય કે નહીં, કેરળમાં 2026માં તેને જીત મળશે. ભાઈ રાહુલની જગ્યાએ પ્રિયંકા ગાંધીના વાયનાડથી પસંદ કરવા પર રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના કેમ્પેઈનને પણ ગતિ મળશે. કેરળમાં 2026માં ચૂંટણી થવાની છે, પ્રિયંકાની વાયનાડમાં હાજરીથી પાર્ટીને મદદ મળવાની આશા છે.


Google NewsGoogle News