VIDEO : દિવ્યાંગ યુવતી સાથે વડાપ્રધાન મોદીએ કરી વાતચીત, SPG કમાન્ડોને ઈશારો કરી દૂર કર્યા
PM Modi Cast Vote Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મતદાન કર્યા બાદ અમદાવાદના મતદાન મથકની બહાર આવી રહ્યા હતાં ત્યારે કાંઈક એવું બન્યું કે, તેમણે SPG કમાન્ડોને ઠપકો આપ્યો. હકીકતમાં બન્યુ હતું એવુ કે, પીએમ મોદી રાણીપ વિસ્તારની નિશાન પબ્લિક સ્કૂલના મતદાન કેન્દ્ર પર મતદાન કરી ચાલતા આવી રહ્યા હતાં. ત્યારે રોડની સાઈડમાં ઉભેલા લોકોનું અભિવાદન કરતા હતા ત્યારે તેમની નજર એક છોકરી પર પડી, તો તેઓ યુવતી પાસે ગયા હતા. તે યુવતીએ પીએમનો હાથ પકડી લીધો હતો. આ દરમિયાન પીએમની સાથે ચાલી રહેલા એસપીજીના જવાનોએ ચપળતા બતાવી અને તરત જ હાથ છોડાવવા આગળ વધ્યા હતા. ત્યારે પીએમે તેમને રોક્યા અને હટી જવા માટે ઈશારો કર્યો હતો.
કદાચ તે પીએમને મળી પોતાની લાગણી વ્યક્ત કરવા ઈચ્છતી હતી
હકીકતમાં તે યુવતી દિવ્યાંગ હતી, તે જોઈ શકતી ન હતી. ત્યાં ઉભેલા લોકો પીએમની એક ઝલક મેળવવા માટે ઉભા હતા, પરંતુ આ યુવતી પીએમને તેની મનની વાત કહેવા માંગતી હતી. કદાચ તે પીએમને મળી પોતાની લાગણી વ્યક્ત કરવા માંગતી હતી.
પીએમ દ્વારા ઠપકો આપતાં સુરક્ષાકર્મીઓ હટી ગયા હતા
એવામાં જ્યારે પીએમ મોદી યુવતીની નજીક ગયા તો યુવતીએ પીએમનો હાથ પકડીને પોતાની વાત કહેવા લાગી હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકો 1-2 સેકન્ડ માટે પીએમનો હાથ પકડી શકે છે, પરંતુ જો વધારે સમય હાથ પકડી રાખે તો કમાન્ડો તેમા દખલગીરી કરે છે. આજે અહીં પણ આવું જ બન્યું હતું. કારણ કે,આવું ક્યારેક ખતરનાક પણ બની શકે છે. મહત્ત્વની વાત એ છે, એસપીજીને આવી પરિસ્થિતિ માટે પણ તાલીમ આપવામાં આવી હોય છે. જોકે, પીએમ દ્વારા ઠપકો આપતાં સુરક્ષાકર્મીઓ હટી ગયા હતા.
હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકો કહી રહ્યા છે કે, 'મોદીજીએ લોકોના દિલ જીતી લીધા છે.' આ ઉપરાંત આજે પીએમએ એક બાળકને ખોળામાં બેસાડી રમાડ્યો હતો, તો કેટલાક લોકોને તેમણે ઓટોગ્રાફ પણ આપ્યા.