કેજરીવાલ પોતાની જ બેઠક કેમ બચાવી ન શક્યા? ભાજપ જીત્યું પણ ખેલ કોંગ્રેસે કર્યો
New Delhi Assembly Constituency: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. એવું માનવામાં આવે છે કે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે કેજરીવાલને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને આતિશીને દિલ્હીની કમાન સોંપી દીધી હતી. જો કે આ ચૂંટણીમાં કેજરીવાલે પોતાને જ સીએમનો ચહેરો જાહેર કર્યો હતો. તેમજ આતિશી પણ કાલકાજી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. ભાજપના રમેશ બિધૂડી તેમને હરાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
2020માં કોને કેટલા વોટ મળ્યા?
ગત વખતે કોંગ્રેસને 3220 વોટ મળ્યા હતા. જયારે અરવિંદ કેજરીવાલને 46,758 વોટ મળ્યા અને બીજેપી ઉમેદવારને 25,061 વોટ મળ્યા. અરવિંદ કેજરીવાલે પહેલીવાર 2013માં નવી દિલ્હી બેઠક જીતી હતી. ત્યારબાદ તેમણે શીલા દીક્ષિતને મોટા અંતરથી હરાવ્યા હતા. આ પછી 2015 અને 2020ની ચૂંટણીમાં પણ અરવિંદ કેજરીવાલ જીત્યા હતા.
AAP માટે ચૂંટણી પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક
AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે. AAP છેલ્લા 10 વર્ષથી સત્તામાં હતુ. વર્ષ 2015માં પાર્ટીએ 67 બેઠક જીતી હતી અને 2020માં 62 બેઠક જીતી હતી. એવામાં AAP માટે દિલ્હી વિધાનસભા 2025ના ચૂંટણી પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે.