Get The App

પશ્ચિમ બંગાળમાં ઈવીએમ પર ભાજપના ટેગ કેમ છે? વાયરલ તસવીર અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

Updated: May 25th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળમાં ઈવીએમ પર ભાજપના ટેગ કેમ છે? વાયરલ તસવીર અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા 1 - image


Image: Twitter

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર મતદાન થયું. આ દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે બાંકુડાના એક મતદાન કેન્દ્ર પર પાંચ ઈવીએમ પર ભાજપના ટેગ લાગેલા છે.

તૃણમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાજપના ટેગ લાગેલા ઈવીએમની તસવીરો શેર કરતા લખ્યું કે, 'મમતા બેનર્જીએ વારંવાર તેનો ઉલ્લેખ કર્યો છે કે ભાજપ ઈવીએમમાં છેડછાડ કરીને વોટમાં હેરાફેરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે બાંકુરાના રઘુનાથપુરમાં પાંચ ઈવીએમ પર ભાજપના ટેગ લાગેલા મળ્યા છે.'

ચૂંટણી પંચે જવાબ આપ્યો

તૃણમૂલના આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે આ ટેગને યોગ્ય ઠેરવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે કમિશનિંગ દરમિયાન ઉમેદવારો અને તેમના એજન્ટોથી કોમન એડ્રેસ વાળા ટેગ પર હસ્તાક્ષર કરાવવામાં આવે છે. કમિશનિંગ વખતે માત્ર ભાજપ ઉમેદવારોના પ્રતિનિધિ હાજર હતા. તેથી ઈવીએમ અને વીવીપેટ પર માત્ર તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરાય છે. કમિશનિંગ વખતે તમામ ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું અને પીએસ નંબર 56,58,60,61 અને 62માં હાજર તમામ એજન્ટોના હસ્તાક્ષર કરાવવામાં આવ્યા.

આ તબક્કામાં બંગાળની આઠ લોકસભા બેઠકો તમલુક, કાંથી, ઘાટલ, ઝાડગ્રામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા અને બિષ્ણુપુર પર મતદાન થઈ રહ્યું છે. 2019માં આ આઠ બેઠકોમાંથી ભાજપને પાંચ અને ટીએમસીએ ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.


Google NewsGoogle News