Get The App

ભાજપે 400 પારનો નારો લગાવ્યો હતો, તો પછી 240 બેઠકો કેમ મળી? ગડકરીએ આપ્યું ચોંકાવનારું કારણ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ભાજપે 400 પારનો નારો લગાવ્યો હતો, તો પછી 240 બેઠકો કેમ મળી? ગડકરીએ આપ્યું ચોંકાવનારું કારણ 1 - image


Nitin Gadkari on Lok sabha election : લોકસભા ચૂંટણીમાં ભાજપે 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પાર્ટીની બેઠકો 240 પર થોભી ગઈ. આખરે ભાજપની બેઠક 303 થી 240 પર કેવી રીતે આવી ગઈ? આ પ્રશ્નનો જવાબ ચૂંટણી પરિણામના મહિનાઓ વિત્યા બાદ નીતિન ગડકરીએ આપ્યો છે.

ગડકરીએ બેઠક ઘટવાનું કારણ જણાવ્યું

ભાજપની લોકસભા ચૂંટણીમાં બેઠકો ઘટવા પાછળ ગડકરીએ સૌથી મોટું કારણ વિપક્ષ દ્વારા મતદારોને ભ્રમિત કરવાનું જણાવ્યું છે. એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, વિપક્ષે જે ભ્રમિત કરવાનું અભિયાન ચલાવ્યું હતું, જેમાં લોકો ફસાઈ ગયાં. 

ભાજપે 400 પારનો નારો લગાવ્યો હતો, તો પછી 240 બેઠકો કેમ મળી? ગડકરીએ આપ્યું ચોંકાવનારું કારણ 2 - image

આ પણ વાંચોઃ હવે કાર માલિકોએ 20 કિ.મી. સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ, નીતિન ગડકરીએ આપ્યા ખુશખબર

પછાત વર્ગને થઈ મોટી અસર

ગડકરીએ વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે, 'વિપક્ષે પોતાના કાનાફૂસી અભિયાનથી લોકોને ભ્રમિત કર્યાં. ભાજપ પર બંધારણ બદલવાનો આરોપ લગાવ્યો, તેનાથી પછાત વર્ગને અસર થઈ.સરકાર જે સારૂ કામ કરવા જઈ રહી હતી, તે પણ તેમની વિરુદ્ધ જણાવ્યું. લોકસભા ચૂંટણીમાં ભારતની જીત થઈ છે. કારણ કે, વિપક્ષે ભ્રમ ફેલાવ્યો છતાં ભાજપ સત્તામાં છે. હવે પાંચ રાજ્યોમાં જે ચૂંટણી થશે, તેમાં પણ સો ટકા ભાજપ જ જીતવાની છે.'


Google NewsGoogle News