Get The App

ઉત્તરપ્રદેશમાં ભાજપનો કિલ્લો ધરાશાયી થવા પાછળ 15 પરિબળો જવાબદાર

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
BJP Lost IN UP


BJP Assessment Report: લોકસભા ચૂંટણીમાં ભાજપની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા મોટા રાજ્યોમાં પક્ષનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભાજપને સૌથી મોટો ઝટકો ઉત્તરપ્રદેશમાં લાગ્યો છે. જ્યાં 2019માં 62 બેઠકો જીતનારો ભાજપ આ વખતે માત્ર 33 બેઠકમાં સમેટાઈ ગયો હતો. ભાજપને ઉત્તરપ્રદેશમાં હાર મળ્યા બાદ તે સમીક્ષા કરી રહી છે. જેના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દર્શાવાયુ છે કે, પેપર લીક સહિત કુલ 12 કારણોસર ઉત્તરપ્રદેશમાં ભાજપનો કિલ્લો ધરાશાયી થયો છે.

બંધારણમાં સુધારા-વધારાએ ભાજપની બાજી બગાડી

રિપોર્ટ અનુસાર, તમામ ક્ષેત્રોમાં ભાજપના મત ગગડ્યા છે. તેના વોટિંગ શેરમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં વ્રજભૂમિ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, કાનપુર-બુંદેલખંડ, અવધ, કાશી, ગોરખપુર ક્ષેત્રમાં 2019ની તુલનાએ બેઠકો ઘટી છે. સમાજવાદી પાર્ટીને પછાત, દલિત અને લઘુમતી સમાજના મત મળ્યા છે. બિન યાદવ ઓબીસી, અને બિન જાટવ એસસીના મત સપાના પક્ષમાં રહ્યા હતા. આમ થવા પાછળનું કારણ બંધારણમાં કરવામાં આવેલા સંશોધનોના નિવેદનો રહ્યા છે.

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલા સમીક્ષા રિપોર્ટમાં તેની હારના 15 કારણો દર્શઆવાયા છે. જેમાં પક્ષ દ્વારા 40 ટીમમાંથી 78 લોકસભા બેઠકો પર માહિતી એકત્ર કરવામાં આવી હતી. ભાજપે એક બેઠક પર 500 કાર્યકરો સાથે વાત કરી હતી. કુલ 40000 કાર્યકરો સાથે વાતચીત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીની બેઠક સમક્ષ રજૂ કરવામાં આવશે.

યુપીમાં ભાજપની હારના 12 કારણો

  • બંધારણીય સુધારા અંગે ભાજપના નેતાઓની ટિપ્પણીઓ કે, 'અમે અનામત હટાવીશું' જે વિપક્ષ માટે લાભદાયી મુદ્દો
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકનો મુદ્દો
  • સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ કામદારોની ભરતી અને આઉટસોર્સિંગનો મુદ્દો.
  • સરકારી અધિકારીઓ પ્રત્યે ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી
  • ભાજપના કાર્યકર્તાઓને સરકારી અધિકારીઓનો સહયોગ નથી મળી રહ્યો. નીચલા સ્તરે પક્ષનો વિરોધ
  • બીએલઓ દ્વારા મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામો દૂર કરાયા હતા
  • ટિકિટ વિતરણમાં ઉતાવળ હતી જેના કારણે ભાજપના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહ ઓછો થયો
  • પોલીસ સ્ટેશન અને તાલુકાને લઈને રાજ્ય સરકાર પ્રત્યે કાર્યકરોમાં રોષ
  • ઠાકુર મતદારો ભાજપથી દૂર ગયા
  • પછાત વર્ગોમાં, કુર્મી, કુશવાહા અને શાક્ય તરફ કોઈ ઝુકાવ નહોતું
  • અનુસૂચિત જાતિઓમાં પાસી અને વાલ્મિકી મતદારોનો ઝોક સપા-કોંગ્રેસ તરફ ઝુકાવ
  • બસપાના ઉમેદવારોએ મુસ્લિમો અને અન્યોના મત કાપ્યા ન હતા પરંતુ જ્યાં ભાજપ તરફી વર્ગના ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ત્યાં તેઓ મત કાપવામાં સફળ રહ્યા હતા
  • મૂળથી લઈને છેવાડાના મતદારો ભાજપથી દૂર રહ્યા, જેના કારણે યુપીમાં ભાજપની હાર નિશ્ચિત હતી. ઠાકુર જાતિના લોકો મૂળમાં સમાવિષ્ટ છે અને કુર્મી, કુશવાહા, શાક્ય, પાસી અને વાલ્મિકી સમુદાયથી ભાજપ દૂર રહ્યું

  ઉત્તરપ્રદેશમાં ભાજપનો કિલ્લો ધરાશાયી થવા પાછળ 15 પરિબળો જવાબદાર 2 - image


Google NewsGoogle News