હાઈ વોલ્ટેજ વાયર પર બેઠેલા પક્ષીને વીજળીનો કરંટ કેમ નથી લાગતો ? જાણો તેની પાછળનું રહસ્ય

આ વાતને સંપુર્ણ સમજવા માટે તમારે વીજળીના પ્રવાહના નિયમને સમજવો પડશે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
હાઈ વોલ્ટેજ વાયર પર બેઠેલા પક્ષીને વીજળીનો કરંટ કેમ નથી લાગતો ? જાણો તેની પાછળનું રહસ્ય 1 - image
Image Freepic

તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર

એવી ઘણી વસ્તુઓ છે કે જે આપણે રોજ જોતા હોઈએ છીએ,પરંતુ તેની પાછળનું કારણ આપણે જાણતા નથી. આપણી નજર આ ઘટનાઓ રોજ જોતા કોઈ નવાઈ નથી લાગતી, એટલે આપણે તેને કોઈ અજીબ નથી માનતા. ઉદાહરણ તરીકે એક હેવી લાઈન તાર પર બેઠેલા પક્ષીઓ તમે જોયા હશે પરંતુ તેમને ક્યારેય વીજળીના તારમાંથી કરંટ નથી લાગતો, પરંતુ જો કોઈ માણસ તેને અડી જાય તો ત્યાજ ભસ્મીભૂત થઈ જાય છે. પરંતુ ખરેખર વિચાર એ આવે કે કેમ પક્ષીઓને કરંટ નથી લાગતો.

શું છે તેની પાછળનો નિયમ

આ વાતને સંપુર્ણ સમજવા માટે તમારે વીજળીના પ્રવાહના નિયમને સમજવો પડશે. વીજળીના તાર દ્વારા એકથી બીજા મીડિયમમાં પ્રવાહિત થાય છે. વીજળી આ રસ્તે સારી રીતે પસાર થઈ શકે છે, જ્યા તેને કોઈ અવરોધ ન મળતો હોય. એવામાં વીજળીનો પ્રવાહને સારી રીતે ફ્લો કરવા માટે તાંબાનો ઉપયોગ કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે પક્ષીઓના શરીરમાં એવા કોશો અને પેશીઓ હોય છે, જે તાંબાના તારમાં પ્રતિકાર બનાવે છે અને વીજળીના પ્રવાહને અસર કરે છે.

આ શરત પર કામ કરે છે કરંટ 

તારમાંથી નીકળતો કરંટ પક્ષીઓના શરીરને અસર કરતું નથી આ વાત આપણે સૌ જાણીએ છીએ. અહી મહત્વની વાત એ છે કે જો પક્ષી આ તારની સાથે જમીનના સંપર્કમાં આવે તો અર્થિંગ સર્કિટ કંમ્લીટ થઈ જશે અને પક્ષીને વીજળીનો કરંટ લાગશે. માણસોની સાથે પણ આવુ જ થાય છે. જ્યારે વ્યક્તિનું શરીર જમીન સાથે સંપર્કમાં હોય છે, ત્યારે જ તેને ઇલેક્ટ્રિક કરંટ લાગે છે. એટલે કે અર્થિંગ સર્કિટ પૂર્ણ થવાને કારણે આવું બનતુ હોય છે. આ છે તેની પાછળનું રહસ્ય.....!



Google NewsGoogle News