આ રાજ્યમાં કેમ લગાવાઈ રહ્યા છે તાડના ઝાડ? જાણો માણસોનો જીવ બચાવવાની અનોખી યોજના
Image: Wikipedia
Palm Tree: વીજળી પડવાથી સમગ્ર દુનિયામાં દર વર્ષે ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે. ભારતમાં ઓડિશા રાજ્યમાં વીજળી પડવાથી થનારા મોતની સંખ્યા સૌથી વધુ હોય છે. તે જોતાં સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે અને વીજળી પડવાથી લોકોના બચાવ માટે એક ખાસ યોજના બનાવી છે. આ ખાસ યોજના હેઠળ સરકારે ઓડિશામાં 20 લાખ વૃક્ષ ઉગાડવાની જાહેરાત કરી છે. આ દરમિયાન સવાલ એ ઊભો થાય છે કે વીજળી પડવાથી વૃક્ષ પણ પડી જાય છે તો તાડના વૃક્ષ લોકોની સુરક્ષા કેવી રીતે કરી શકે છે.
દેશમાં આ રાજ્ય વીજળી પડવાની સમસ્યાથી પરેશાન
આકાશી વીજળી પડવી ઓડિશામાં એક મોટો પડકાર છે. ગયા વર્ષે એટલે કે 2023માં 2 કલાકમાં 61 હજારથી વધુ આકાશી વીજળી પડી હતી, જેમાં 12 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા. રિપોર્ટ્સ અનુસાર મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી મોતના સૌથી વધુ મામલા નોંધાયા છે. તે બાદ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં વીજળી પડવાથી સૌથી વધુ મોત થયા છે.
કેવી રીતે તાડના વૃક્ષ વીજળીથી લોકોના જીવ બચાવશે?
ઓડિશા સરકારે વીજળી પડવાથી થતાં નુકસાનને ઓછું કરવા માટે 20 લાખ તાડના વૃક્ષ ઉગાડવાની જાહેરાત કરી છે. આ વૃક્ષોને અલગ-અલગ વિસ્તારમાં લગાવવા માટે વન અને કૃષિ વિભાગ મદદ કરશે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું કે વીજળીથી સંબંધિત મૃત્યુ દરરોજ વધતા જઈ રહ્યા છે. ઓડિશામાં વીજળી પડવાથી થતો મૃત્યુદર ભારતમાં સૌથી વધુ છે. રિપોર્ટ અનુસાર 300 લોકોના મોત વીજળી પડવાથી થયા. સરકારનું પ્રાથમિક ધ્યાન વીજળી પડવાની વધુ ઘટનાઓવાળા સંવેદનશીલ વિસ્તારો પર છે. ઓડિશા સરકારનું લક્ષ્ય છે આ વર્ષે લગભગ 20 લાખ તાડના વૃક્ષ ઉગાડવામાં આવે. તંત્રનું અંતિમ લક્ષ્ય ઓડિશામાં વીજળી પડવાથી મોતની ઘટનાઓને પૂર્ણ રીતે રોકવાનું છે.
હવે સવાલ એ થાય છે કે તાડના વૃક્ષ લોકોને આકાશી વીજળીથી કેવી રીતે બચાવશે. તાડના વૃક્ષ સામાન્ય રીતે સૌથી ઊંચા હોય છે. આ ઊંચાઈના કારણે જ આકાશમાંથી પડનારી વીજળીથી તે માણસોના જીવ બચાવે છે. સામાન્ય રીતે વીજળી ઊંચી વસ્તુઓ પર પડે છે. આ કારણ છે કે શહેરી વિસ્તારોમાં ઊંચી ઇમારતો પર લાઇટનિંગ અરેસ્ટર લાગેલા રહે છે. જે આકાશી વીજળીને પકડીને જમીનમાં રિલીઝ કરી દે છે. ગ્રામીણ વિસ્તારોમાં આવી ઇમારતો હોતી નથી તેથી તાડના વૃક્ષ લાઇટનિંગ અરેસ્ટરની જેમ કામ કરી શકે છે.
શા માટે વીજળી ઊંચી ઇમારતો પર જ પડે છે?
હવે સવાલ એ છે કે આખરે વીજળી ઊંચી વસ્તુઓ પર જ કેમ પડે છે. જ્યારે વીજળી જમીન પર પડવાની હોય છે ત્યારે સપાટી તરફ નીચેની બાજુ એક ચેનલ વિકસિત થઈ જાય છે. અમેરિકાની NOAAના રિપોર્ટ અનુસાર જ્યારે આ ચેનલ જમીનથી લગભગ 100 ગજથી પણ ઓછા અંતરે રહી જાય છે. તો વૃક્ષ, ઝાડીઓ અને ઇમારતો જેવી વસ્તુઓ તેને મળવા માટે સ્પાર્ક મોકલવાનું શરુ કરી દે છે. જ્યારે તેમાંથી એક સ્પાર્ક નીચેની તરફ આવી રહેલા ચેનલ સાથે જોડાઈ જાય છે તો એક ભીષણ ઇલેક્ટ્રિક કરંટ ચેનલથી તે વસ્તુઓની તરફ દોડે છે જેને સ્પાર્ક પેદા કર્યો હતો. તાડ જેવા ઊંચા વૃક્ષ અને ગગનચુંબી ઇમારતો પર આસપાસની જમીનની તુલનામાં કનેક્ટિંગ સ્પાર્ક પેદા થવાની સંભાવના વધુ હોય છે. આ કારણ છે કે ઊંચી વસ્તુઓ પર વીજળી પડવાની સંભાવના પણ વધુ હોય છે. તેનો અર્થ એ નથી કે હંમેશા ઊંચા વૃક્ષો પર જ વીજળી પડશે. વીજળી ખુલ્લા મેદાનમાં જમીન પર પડી શકે છે. ભલે ત્યાં તાડના વૃક્ષ લાગેલા હોય. જોકે તાડના વૃક્ષમાં નેચરલ કંડક્ટર હોય છે જેનાથી વીજળી પડ્યા બાદનું નુકસાન મર્યાદિત થાય છે.