Get The App

નવા વર્ષે મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં સતત સાતમા મહિને શૂન્યથી નીચે રહ્યો

જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત ફુગાવો ઓક્ટોબરમાં (-) 0.52 રહ્યો હતો

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
નવા વર્ષે મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં સતત સાતમા મહિને શૂન્યથી નીચે રહ્યો 1 - image


WPI Inflation : આજે નવા વર્ષે મોઘવારીને લઈને રાહતના સમાચાર આવ્યા છે જેમા જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) પર આધારિત ફુગાવો ઓક્ટોબરમાં (-) 0.52 રહ્યો હતો. આ સતત સાતમો મહિનો છે જ્યારે જથ્થાબંધ ફુગાવો શૂન્યથી નીચે રહ્યો હતો.

જથ્થાબંધ ફુગાવો એપ્રિલથી નેગેટિવ સ્તરે

જથ્થાબંધ મોંઘવારી મોરચે સારા સમાચાર છે. ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઓક્ટોબરમાં સતત સાતમા મહિને (-) 0.52 ટકાના સ્તરે નકારાત્મક રહ્યો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો (-) 0.26ના સ્તરે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ફુગાવો એપ્રિલથી નેગેટિવ સ્તરે છે. ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક 8.67 ટકા રહ્યો હતો. ફુગાવાનો દર શૂન્ય કરતા ઓછો રહે તેને ડિફ્લેશન કહેવામાં આવે છે. 

CPI છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચો

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓક્ટોબર 2023માં નકારાત્મક ફુગાવાનું મુખ્ય કારણ રસાયણો, રસાયણ આધારિત ઉત્પાદનો, વીજળી, કાપડ, બેઝ મેટલ્સ, કાગળ અને કાગળના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ફુગાવો ઓક્ટોબરમાં 2.53 ટકા હતો, જ્યારે અગાઉના મહિને એટલે કે સપ્ટેમ્બરમાં આ આંકડો 3.35 ટકા હતો. ઈંધણ અને વીજળીનો ફુગાવો ઓક્ટોબરમાં (-) 2.47 ટકા હતો જે સપ્ટેમ્બરમાં (-) 3.35 ટકા હતો. આ ઉપરાંત ઓક્ટોબરમાં વાર્ષિક રિટેલ ફુગાવો અથવા CPI (consumer price inflation) છેલ્લા પાંચ મહિનામાં સૌથી નીચો 4.87 ટકા પર આવી ગયો હતો. અગાઉ સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 5.02 ટકા અને ઓગસ્ટમાં 6.83 ટકા હતો. 

નવા વર્ષે મોંઘવારીમાં રાહત, જથ્થાબંધ ફુગાવો ઓક્ટોબરમાં સતત સાતમા મહિને શૂન્યથી નીચે રહ્યો 2 - image


Google NewsGoogle News