કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ? શિવરાજ ચૌહાણ-રાજનાથ સિંહ સિવાય બે ચોંકાવનારા નામ રેસમાં
New President Of BJP: ભાજપ સામે ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ હવે સૌથી મોટો સવાલ પાર્ટી અધ્યક્ષ અંગે છે. પાર્ટીના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડાને NDA સરકારના મંત્રીમંડળમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે નવું નામ સામે આવવું નક્કી છે.
મીડિયા અહેવાલ પ્રમાણે RSS પણ નવા નામ અંગે પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યુ છે અને રાજનાશ સિંહ અથવા શિવરાજ સિંહ ચૌહાણમાંથી કોઈ એકની પસંદગી કરવાની વકાલાત કરી રહ્યું છે. જોકે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કોઈ બીજા નામ પર વિચાર કરી રહ્યા છે. રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ બંને જ કેન્દ્રીય કેબિનેટનો હિસ્સો છે. તેમનું નામ સામે આવ્યા બાદ તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું પડશે.
PM મોદી અને અમિત શાહ શું ઈચ્છે છે?
રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ અધ્યક્ષ પદ માટે RSSની પસંદ છે, જ્યારે બીજી તરફ પીએમ મોદી અને અમિત શાહ પાર્ટીમાંથી જ કોઈ અધિકારીને અધ્યક્ષ બનાવવા માંગે છે. તેમની પસંદગી રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને સુનીલ બંસલ છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમાંથી કોઈ એક પાર્ટી અધ્યક્ષ બની શકે છે. તેનું કારણ એ છે કે, આ બંને નેતાઓ પાર્ટીમાં કામ સંભાળવાનો સારો અનુભવ ધરાવે છે અને બંને મોટા હોદ્દા પર પણ રહ્યા છે.
શું જેપી નડ્ડા ફરીથી વાપસી કરી શકે છે?
હજુ સુધી પાર્ટીએ કોઈ પણ નામ પર મહોર નથી લગાવી. આવી સ્થિતિમાં તમામ નામોને લઈને માત્ર અટકળો જ સામે આવી રહી છે. RSSના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને પાર્ટી કોઈ પણ રીતે ઝડપી નિર્ણય લેવા નથી માગતી. રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણ બંને કેન્દ્રીય મંત્રાલયમાં છે, આવી સ્થિતિમાં તેમના નામ બંનેમાંથી કોઈ એક પદ પર રહી શકે છે. આવું બની શકે કે, ભાજપ કોઈ પણ આતંરિક વિવાદથી બચવા માટે એક વખત ફરી આ જવાબદારી જેપી નડ્ડાને સોંપી શકે છે.