Get The App

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પણ ખાલી થઈ, નડ્ડા બાદ હવે કોણ નવા દાવેદાર, જોઇ લો યાદી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પણ ખાલી થઈ, નડ્ડા બાદ હવે કોણ નવા દાવેદાર, જોઇ લો યાદી 1 - image


BJP Next President: પીએમ મોદીએ 9 જૂન, રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય 71 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ વખતે જેપી નડ્ડા પણ મોદી કેબિનેટમાં સામેલ થયા છે. ત્યારે એક સવાલ એ થાય છે કે હવે જે. પી. નડ્ડાના સ્થાને કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ?

નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે

2019ની લોકસભા ચૂંટણી બાદ ભાજપના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી જે.પી. નડ્ડાને  સોંપવામાં આવી હતી. ત્યારબાદ અમિત શાહને નરેન્દ્ર મોદી કેબિનેટમાં કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપતા નડ્ડાને જાન્યુઆરી 2020માં ફૂલ ટાઈમ ભાજપ અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે 

જાન્યુઆરીમાં પૂરો થયો હતો, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ભાજપ અધ્યક્ષ માટે એક નવા ચહેરાની તલાશ છે. 

કોણ બનશે નવા અધ્યક્ષ?

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું નામ પણ બીજેપી અધ્યક્ષ પદની રેસમાં ચાલી રહ્યું હતું, પરંતુ તે બંને પણ NDA સરકારમાં સામેલ થઈ ગયા છે. આથી હવે નવા નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશમાંથી મોટો ફટકો પડ્યો હોવાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના નવા અધ્યક્ષ યુપીના હોઈ શકે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિનોદ તાવડેના નામની ચર્ચા થઈ રહી છે. 

વિનોદ તાવડે મહારાષ્ટ્ર સરકારના મંત્રી પણ રહી ચૂકેલા બીએલ સંતોષ બાદ વિનોદ તાવડેને સૌથી પ્રભાવશાળી મહાસચિવ માનવામાં આવે છે. એક તો તે મરાઠા છે તેમજ યુવા પણ છે, આથી તે પાર્ટીને સારી રીતે સમજે છે. આ ઉપરાંત ભાજપની કમાન સંભાળવા અનુરાગ ઠાકુરઅને સુનીલ બંસલના નામ પણ સામે આવી રહ્યા છે.

આ નામો પર ચાલી રહી છે ચર્ચા

ભાજપ OBC મોરચાના વડા કે. લક્ષ્મણનું નામ પણ ભાજપના આગામી પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું છે. તેઓ તેલંગાણાના છે અને ત્યાં જ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. ભાજપ દ્વારા દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ બાદ તેલંગાણામાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 

આ ઉપરાંત સુનીલ બંસલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. સુનીલ બંસલે યુપીમાં સ્ટેટ જનરલ સેક્રેટરી (સંગઠન) તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. આ સાથે તેઓ પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિશા જેવા ત્રણ રાજ્યોના પ્રભારી પણ છે.

રાજસ્થાનના રાજ્યસભા સભ્ય અને ભૈરો સિંહ શેખાવતના શિષ્ય ઓમ માથુર પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની રેસમાં છે. માથુર ચહેરા પર સ્મિત સાથે વાત કહેવા માટે જાણીતા છે. તેઓ આરએસએસના પ્રચારક અને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

આ રેસમાં મહિલા ઉમેદવાર પણ હોઈના નામ પર પણ વિચારણા થઈ શકે છે. એક અહેવાલ મુજબ ભાજપ અધ્યક્ષ સ્મૃતિ ઈરાનીને બનાવી શકે તેવી પણ ચર્ચો ચાલી રહી છે. જો કે, આ વાતની પુષ્ટિ ત્યારે જ થશે જ્યારે તે ખરેખર બનશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પણ ખાલી થઈ, નડ્ડા બાદ હવે કોણ નવા દાવેદાર, જોઇ લો યાદી 2 - image


Google NewsGoogle News