Get The App

મૃત્યુ મામલે કોરોના બાદ આ બીમારી બીજા નંબરે, WHOના ડરામણાં રિપોર્ટે ટેન્શન વધાર્યું

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
tuberculosis


WHO report On TB: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ મંગળવારે જણાવ્યું હતું કે ગયા વર્ષે 80 લાખથી વધુ લોકો ક્ષય રોગ (ટીબી)થી પીડિત જોવા મળ્યા હતા. ડબ્લ્યુએચઓ દ્વારા ટીબીની દેખરેખની શરૂઆત પછી આ સૌથી વધુ આંકડો છે. આટલું જ નહીં, 2023માં ટીબીને કારણે 12.50 લાખથી વધુ લોકોના મોત થયા હતા અને ચેપ દ્વારા ફેલાયેલી આ બીમારીએ તેની જગ્યા કોરોના પછી લીધી છે. 

વિશ્વમાં આ દેશોમાં વધુ જોવા મળે છે ટીબીના દર્દી

ડબ્લ્યુએચઓ અનુસાર દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા, પશ્ચિમ પેસિફિક જેવા પ્રદેશો તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે અને વિશ્વમાં ટીબીના અડધાથી વધુ કેસ ભારત, ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપાઇન્સ અને પાકિસ્તાનમાં જોવા મળ્યા છે.

ટીબી મોટે ભાગે ફેફસાંને અસર કરે છે

ગયા વર્ષે ચાર મિલિયન લોકોને ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, જેમાંથી અડધાથી ઓછા લોકોનું પરીક્ષણ અને સારવાર કરવામાં આવી હતી. ટ્યુબરક્યુલોસિસ હવામાં ફેલાતા બેક્ટેરિયાના કારણે થાય છે. તે મોટાભાગે ફેફસાંને અસર કરે છે. એવો અંદાજ છે કે વૈશ્વિક વસ્તીના લગભગ એક ચતુર્થાંશ લોકો ટીબી ધરાવે છે, પરંતુ તેમાંથી માત્ર 5-10 ટકા લોકોમાં જ લક્ષણો જોવા મળે છે.

આ પણ વાંચો: NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું - અમે પ્રચાર નહીં કરીએ

ભારત સરકારે ટીબી અંગેનો રિપોર્ટ જાહેર કર્યો

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેનો ટીબી રિપોર્ટ 2024 જાહેર કર્યો, જેમાં અહેવાલ છે કે ચેપને કારણે મૃત્યુ દર 2015માં પ્રતિ લાખ વસ્તીના 28 થી ઘટીને 2022 માં પ્રતિ લાખ વસ્તી 23 થઈ ગયો છે. 2023માં ટીબીના અનુમાનિત કિસ્સાઓ ગયા વર્ષના 27.4 લાખના અંદાજથી સહેજ વધીને 27.8 લાખ થયા.

ટીબીના કારણે અંદાજે 1.30 મિલિયન લોકોના મોત 

અહેવાલમાં જણાવાયું છે કે 2022 માં, કોરોનાવાયરસ રોગ (COVID-19) પછી, TB સંક્રમણ મોતનું બીજું મુખ્ય કારણ હતું.

મૃત્યુ મામલે કોરોના બાદ આ બીમારી બીજા નંબરે, WHOના ડરામણાં રિપોર્ટે ટેન્શન વધાર્યું 2 - image


Google NewsGoogle News